આપના વિક્રમભાઈનો દેખાવ ધાર્યા કરતા ઘણો સારો રહ્યો: અન્ય ઉમેદવારો મળીને 5600 મતમાં સમેટાયા
વાંકાનેર ધારાસભા મત વિસ્તારની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસનો દેખાવ ખુબ જ નબળો રહ્યો અને આપનો દેખાવ ધાર્યા કરતા ઘણો સારો રહ્યો. કોંગ્રેસ (મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા)ને 60,383 મત મળ્યા, આપ (વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી)ને 53,110 મત મળ્યા, જયારે ભાજપને 80,226 મત મળ્યા, આમ 19,843 (લગભગ 20 હજાર) મતે જીતેન્દ્ર કાંતિલાલ સોમાણીની જીત થઇ. આ જીત પ્રચંડ કહી શકાય. રસાકસી જેવું કંઈ ન રહ્યું. ત્રીજા નંબરે પ્રકાશભાઈ નારણભાઇ અજાડીયા રહ્યા. આ એક ઉમેદવાર જ ચાર આંકડા પાર કરી શક્યા. મુખ્ય ત્રણ હરીફો સિવાયના બધા ઉમેદવારો મળીને 5600 મત મેળવી શક્યા છે. જો આપને 45 હજાર જેટલા મત મળે તો ભાજપને જોખમ મનાતું હતું, તેના બદલે આપને 53 હજાર જેટલા મત મળવા છતાંય ભાજપને લગભગ 20 હજાર મતની લીડ મળી, આમ કેમ બન્યું; એ તો બુથ દીઠ મતનો ફિગર જોયા પછી જ ખબર પડશે. બુથ દીઠ મળેલ મતનું પરિણામ હવે પછી આપીશું. ઉમેદવાર, પક્ષ, નિશાન અને મળેલ મતોની વિગત નીચે મુજબ છે .
(1) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી – ભાજપ (કમળ) 80,226
(2) મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા – કોંગ્રેસ (પંજો) 60,383
(3) વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી – આમ આદમી પાર્ટી (ઝાડું) 53,110
(4) ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયા – બહુજન સમાજ પાર્ટી (હાથી) 932
(5) પ્રકાશભાઈ નારણભાઇ અજાડીયા – રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી (વાંસળી) 1755
(6) મહેબુબભાઇ જમાલભાઈ પીપરવાડીયા – અપક્ષ (સ્ટૂલ) 194
(7) જીતેશભાઇ રૂપાભાઇ સંતોલા – અપક્ષ (એર કન્ડિશનર) 287
(8) નરેન્દ્રભાઈ વીરાભાઇ દેંગાડા – અપક્ષ (પ્રેશર કુકર) 193
(9) નવીનભાઈ અમૃતભાઈ વોરા – અપક્ષ (હીરો) 338
(10) હીનાબેન પ્રવીણભાઈ રૈયાણી – અપક્ષ (ફ્રોક) 537
(11) મેરામભાઇ કરમણભાઇ વરુ – અપક્ષ (બેટ્સમેન) 414
(12) વલ્લભભાઈ કરસનભાઈ વાઘેલા – અપક્ષ (કેમેરો) 426
(13) રમેશભાઈ લવજીભાઈ ડાભી – અપક્ષ (સીસીટીવી કેમેરો) 524