બાઈક લઈને લગ્ન પ્રસંગમાં વાંકાનેર ગુલાબનગરમાં રાજકોટથી આવેલ
વાંકાનેર: અહીં મશાયખી હોસ્પીટલ પાછળ મુકેલ બાઈકની તા-૨૯/૦૪/૨૦૨૫ ના રોજ ચોરી થઇ હતી, જેની ફરિયાદ લખાઈ છે, ઉલ્લેખનીય છે કે હોસ્પીટલ પાછળથી ચોરાયેલ બાઈક સાથે અમરસિંહજી હાઈસ્કૂલના મેદાનમાંથી હનીફશા ઇબ્રાહીમશા શાહદાર ઉ.વ-૩૬ રહે-ચુનારા વાડ ચોકમા, શેરી નં.૫, ભાવનગર રોડ, રાજકોટવાળા પકડાઈ ચુક્યા છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર ગુલાબનગરમાં રહેતા ઇમરાનભાઇ અબ્બાસભાઇ ખલીફા (ઉ.વ.૩૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારો મિત્ર સમીરભાઈ બાઉદિનભાઇ ગજણ રહે-રાજકોટ વાળા વાંકાનેર ગુલાબનગર ખાતે લગ્ન પ્રસંગમા પોતાનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈ આવેલ હતા અને ગઈ તા-૨૮/૦૪/૨૦૨૫ ના રોજ ગુલાબનગરથી કાલાવાડ જાન જતી હતી જેથી સમીરભાઇએ વાંકાનેર પોતાનુ મોટર સાયકલ મુકીને જાનમા ગયેલ અને ત્યા જ રાજકોટ ઉતરી ગયેલ, જેથી ગઈ તા-૨૯/૦૪/૨૦૨૫ ના રોજ હુ આ સમીરભાઇનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના રજી નંબર GJ-10-K-8807 વાળુ લઈને મારી દુકાને આવેલ અને મારી દુકાનની સામેની શેરીમા પીર મશાયખ હોસ્પીટલ પાછળ પાર્ક કરી લોક મારી મુકેલ હતુ અને ત્યાર બાદ રાત્રીના દુકાન બંધ કરી મો.સા પાર્ક કરેલ જગ્યાએ જોવામા આવેલ નહી…