પૈસા મામલે થયેલ ડખ્ખામાં હસનપરમાં સામસામી ફરિયાદ
વાંકાનેર : વાંકાનેરના હસનપરમાં ઉછીના પૈસા મામલે થયેલા ઝઘડા બાદ એટ્રોસિટી એકટ સહિતની કલમો મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગઈકાલે નોંધાયેલ ફરિયાદ બાદ સમાપક્ષે વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદી કરમશીભાઇ રવજીભાઇ વાઘેલાએ આરોપી
સંજયભાઇ કાન્તીભાઇ સોલંકી પાસે ઉછીના પૈસા માંગતા આરોપીએ ઉછીના પૈસા નહિ આપી બાદમાં ફરિયાદી રવજીભાઇ આરોપી સંજયભાઈના ઘર પાસેથી નીકળતા આરોપીએ
જેમ ફાવે તેમ ગાળો બોલી બોલાચાલી કરી પાવડાના હાથાવતી માથાના ભાગે એક ધા મારી તથા ડાબા હાથના પજા ઉપર એક ધા મારી ઇજા કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.