કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

માટીના ઢગલામાં બાળકના મૃત્યુ મામલે સિરામિક કારખાના માલિકો વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સિગ્નેચર સીરામિક ફેકટરીના માટી ખાતામા માટીના હોપર પાસે રમતા રમતા માટીના ઢગલામા દટાઈ જવાથી 7 વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ થવા મામલે મૃતક બાળકના પિતા દ્વારા યોગ્ય સલામતી નહિ રાખનાર કારખાનાના માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.19 ફેબ્રુઆરીના રોજ વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સિગ્નેચર સીરામિક ફેકટરીના માટી ખાતામા માટીના હોપર પાસે રમતા રમતા માટીના ઢગલામા દટાઈ જવાથી 7 વર્ષના કિશન સુનિલભાઈ ગોહેલ નામના માસૂમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ગઈકાલે મૃતક કિશનના પિતા સુનિલભાઈ ખીમજીભાઈ ગોહેલ રહે.સિગ્નેચર કારખાનું ઢુંવા, મૂળ રહે.ગૂંગણ વાળાએ સિગ્નેચર કારખાનાના માલિકો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વધુમા વાંકાનેર તાલુકા પોલીસે માસૂમ બાળકના મૃત્યુ મામલે કારખાનામાં યોગ્ય કાળજી કે સુરક્ષા નહિ રાખવા સબબ સિગ્નેચર કારખાનાના માલિકો વિરુદ્ધ આઇપીસી કલમ 304 (અ) અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!