દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
વાંકાનેર: રાણેકપર બોર્ડ નજીક વળાંકમાં ૦૯/૧૧/૨૦૨૪ના બપોરના જતા ટ્રક પાછળ ભટકાતા અકસ્માત સર્જાયેલ અને આ અકસ્માતમા મોટર સાયકલ ચલાવનારને માથાના ભાગે ગંભીર ઈજા થતા બેભાન હાલતમા ચાલુ સારવાર દરમિયાન મરણ થયેલ અને મોટર સાયકલમાં પાછળ બેઠેલ તેના મિત્રને પણ ઇજા થયેલ, જેની ફરિયાદ મરણ જનાર વિરુધ્ધમાં પિતાએ લખાવેલ છે…


પોલીસ સ્ટેશનેથી જાણવા મળ્યા મુજબ પંચાસર રોડ ધર્મનગર સંધી સોસાયાટીમાં રહેતા અને રીક્ષા ડ્રાઈવીંગ કરતા મજીદભાઈ હુશેનભાઈ જેસાણી (ઉ.વ.૪૭) ફરીયાદ લખાવી છે કે પોતાને સંતાનમા બે દીકરા તથા એક દીકરી છે જેમા સૌથી મોટા દિકરાનુ નામ સલમાન છે, નાનો દિકરો મરણ જનાર સમીર (ઉ.વ.૨૧) જે એક્સેસ મોટર સાયકલ નં. GJ-36-AH-9200 નંબરનુ ચલાવતો હતો, જે તેના મિત્ર ઈમ્તિયાઝભાઈ વલીભાઈ માણકીયા રહે-વાંકાનેર લક્ષ્મીપરા વાળાએ ચલાવવા આપેલ હતુ. ગઈ તા. ૦૯/૧૧/૨૦૨૪ ના બપોરના સમીર ફરિયાદીના ભાઈ ઉમરભાઈની હોટલ ઢુવા માટેલ રોડ પર આવેલ છે, ત્યાં કામ કરવા જવા માટે નીકળેલ હતો. ફોનમાં એક અજાણી વ્યક્તિએ ફોન કરી જાણ કરેલ કે રાણેકપર બોર્ડ નજીક હાઇવે રોડ પર ટ્રક નંબર KA-33-B-5912 ની પાછળ ભટકાતા અકસ્માત સર્જાયેલ છે…


ત્યાંથી હાઈવે ટોલ નાકાની એમ્બ્યુલન્સમા કોઈએ જાણ કરતા ઇજાગ્રસ્તને વાંકાનેર સરકારી હોસ્પિટલ લાવેલ. જ્યાં ફરિયાદી અને અન્યો પહોંચેલ હતા. ત્યાં સમીર અને મારા દિકરાના મિત્ર ચાંદભાઈ નુરમામદભાઈ સાડને સારવારમાં દાખલ કરેલ હતા. બંનેને રાજકોટ રીફર કરતા ફરિયાદી તથા તેમના સંબંધી સબીરભાઈ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ હતા. સમીરને હેમરેજ થઈ ગયેલ બેભાન હાલતમાં ચાલુ સારવાર દરમિયાન તા.૧૨/૧૧/૨ ૦૨૪ ના રાત્રીના મરણ થયેલ હતું. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…


દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારના દારૂના ગુનામાં સાડા ત્રણ મહીનાથી નાસતો ફરતો આરોપી કીશનભાઇ ભીખુભાઇ વાઘાણી (ઉ.વ.૨૪) રહે. સાંઇ રેસીડેન્સી બ્લોક નં.૨, શેરી નં.૧, રાજકોટ વાળાનું વાંકાનેર કોર્ટ દ્વારા બીએનએસએસ કલમ ૭ર મુજબનું વોરંટ મેળવેલ હોય જે નાશતો ફરતો આરોપી વાંકાનેર બાઉન્ડ્રી ખાતે આવેલ હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે તેને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે….
