ધાનાણી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
વઘાસીયા ગામે પ્રચારમાં ધર્મસ્થળનો ઉપયોગ કર્યા અંગે ફરિયાદ
વિક્રમ સોરાણી ભાજપમાં જોડાશે
પોલીસ સ્ટેશને નોંધાયેલા અન્ય ગુન્હા
રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ધર્મસ્થાનનો પ્રચાર માટે ઉપયોગ કર્યો હોવાના આરોપ સાથે આચારસંહિતા ભંગની ફરિયાદ થતા હાલમાં વાંકાનેર પ્રાંત અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી મારફતે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.20ના રોજ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીએ વાંકાનેર તાલુકામાં ચૂંટણી પ્રવાસ દરમિયાન વઘાસીયા ગામે ચૂંટણી પ્રચારમાં જતા મયુર શાહ નામના વ્યક્તિ દ્વારા ચૂંટણીપંચમાં કોંગ્રેસના ઉમેદવારે પ્રચાર માટે ધર્મસ્થળનો ઉપયોગ કર્યાનું જણાવી ફરિયાદ કરતા આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મોરબી જિલ્લા કલેકટર મારફતે વાંકાનેર વિધાનસભા બેઠકના એઆરઓને તપાસ કરવા સૂચના આપી હતી.
દરમિયાન વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ આચારસંહિતા ભંગની ફરિયાદ અંગે જણાવ્યું હતું કે,મયુર શાહ નામની વ્યક્તિની ફરિયાદ બાદ એમસીસી કમિટી મારફતે તપાસ ચાલી રહી છે જે રિપોર્ટ આવ્યા બાદ ચૂંટણીપંચને રિપોર્ટ સોંપવામાં આવશે.
વિક્રમ સોરાણી ભાજપમાં જોડાશે
અખબારી અહેવાલો મુજબ ગત વિધાનસભા ચૂંટણીમાં વાંકાનેર બેઠક પર આપમાંથી લડેલા વિક્રમ સોરાણીએ આપમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસમાં જોડાવાની અટકળો વચ્ચે વિક્રમ સોરાણીએ ઠાકોર સમાજને કોંગ્રેસ ટીકીટ આપે તો જ જોડાશે તેવી શરત મૂકી હતી. રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ તરફથી વિક્રમ સોરાણીનુ નામ પણ ચર્ચામાં હતું. જે બાદ ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે અચાનક પરેશ ધાનાણીનુ નામ જાહેર કરાયું. આગામી તા.૨૯ એપ્રિલ ના રોજ રાજકોટના રામપરા (બેટી) ગામે સભા યોજી પાટીલની હાજરીમાં વિક્રમ સોરાણી ભાજપમાં જોડાશે, વાત તો એવી પણ બહાર આવી છે કે જો સોરાણીને કોંગ્રેસે ટિકિટ આપી હોત તો સુરતની જેમ આ બેઠક પણ બિનહરીફ થાય તેવો તખ્તો ગોઠવાયો હતો. ખુદને કે ઠાકોર સમાજને ટિકિટ નહીં મળતા ભાજપમાં જોડાવાના પગલાંને મતદારોમાં કેવા પ્રત્યાઘાત પડે છે, એ જોવું રહ્યું
પોલીસ સ્ટેશનેથી
પીધેલ:
મૂળ મેસરિયાના હાલ જાલી ચોકડી પાસે રહેતા વિશાલ ખીમજીભાઈ પરમાર પીધેલ પકડાયા છે
ટ્રાફિક નિયમના ભંગ:
(1) મિલ પ્લોટના લાલજી પરસોતમ ધામેચા અને (2) કેરાળાના મહેશ કેશુભાઈ પરમાર સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
દારૂ સાથે:
(1) ટંકારાના જુના હડમતીયા રોડ ઉપર આવેલ શાંતિ આશ્રમ પાસેથી બાઈક રજી. જીજે-૩૬-એબી-૪૪૭૩ ઉપર ૧૪ લીટર દેશીદારૂ લઇ વેચાણ કરવાના ઇરાદે નીકળેલ સાગરભાઇ બાબુભાઇ વડેચા (ઉ.વ.૨૭) રહે.-ટોળ ગામ, રામજી મંદીર પાસે તા. ટંકારાવાળાને પોલીસે રંગેહાથ ઝડપી લીધેલ હતો. આ સાથે દેશીદારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ બાઈક તથા દારૂના જથ્થા સહીત કુલ રૂ.૩૦,૨૮૦/-નો મુદામાલ પોલીસે કબ્જે લઇ પકડાયેલ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે (2) સમઢીયાળાના મુક્તિબેન ગુણવંતભાઈ ઇન્દ્રપા (3) કુંભારપરાના સુલેમાન હુસેનભાઇ કુરેશી (4) અમરસર ધાર પર રહેતા તેજુબેન મસાભાઈ જખાણીયા (5) પંચાસર રોડ નવાપરાના ફીરોજ આદમભાઇ કટિયા (6) નવાપરા વાસુકી મંદિર પાસે રહેતા મનોજ બાબુભાઇ કેરવાડીયા (7) નવાપરા શેરી નં 3 માં રહેતા રાજેશ ખેંગારભાઈ બાવળીયા (8) મૂળ વીડી જાંબુડિયાના હાલ માટેલ રોડ પર રહેતા હીરુબેન ભગાભાઇ વાઘેલા (9) ઢુવા ગામ ભવાની કાંટા પાસે રહેતા પાયલબેન કિશનભાઇ સાડમિયા (10) માટેલ રોડ દ્વારકાધીશ હોટલ પાછળ રહેતા ફિરઝાના તોફીકભાઈ લધાણી અને (11) મેસરિયાના જસકુભાઇ જોરૂભાઈ ધાધલ પાસેથી દેશી દારૂ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી છે