પત્નીનો જન્મ દિવસ હોઈ રાજકોટથી વાંકાનેર આવેલ
વાંકાનેર: રાજકોટના રહીશ એક યુવાનને પોતાની પત્નિના જન્મ દિવસે વાંકાનેર આવેલ અને પત્ની, બહેન તથા સાળીઓ સાથે મંદિરે દર્શન કરીને બેઠા હતા ત્યારે ત્રણ ચાર અજાણ્યા છોકરા આવેલ અને ઝપાઝપી કરી ઢિકાપાટુ અને લાકડીથી માર માર્યાના બનાવની ફરિયાદ નોંધાઈ છે….
જાણવા મળ્યા મુજબ રાજકોટ મનહરપુર-૧ માધાપર ચોકડી પાસે જામનગર રોડ પર રહેતા અને સરકારી નોકરીની તૈયારી કરતા પરેશભાઈ લાખાભાઇ પરેશા (ઉ.વ.૨૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ કાલ તા.૨૧/૦૫/૨૦૨૫ ના મારી પત્નિ મયુરીનો જન્મ દિવસ હોય હું તથા મારી બેન કિંજલ બંને જણા રાજકોટથી વાંકાનેર મારા સસરા સંજયભાઇના ઘરે આવેલ હતા અને સાંજના હું, મારી પત્નિ મયુરી, મારી બહેન કિંજલ તથા
મારી સાળીઓ તન્વિ તથા ધારા વાંકાનેર સિતળા માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયેલ હતા અને દર્શન કરીને અમો મંદિરની સામે બેઠા હતા ત્યારે ત્રણ ચાર અજાણ્યા છોકરા આવેલ અને અમારી સામુ જોતા હતા જેથી અમોએ ‘અમારી સામુ શું કામ જોવો છો?’ તેમ કહેતા તેઓ ઉશ્કેરાઈને ઝઘડો કરવા લાગેલ અને મને તેની પાસે બોલાવતા હું ત્યાં ગયેલ અને મને કહેલ કે ‘અહિયા શું કરવા ફોટા પાડશ? આ જગ્યા અમારા બાપની છે ફોટા પાડવાની મનાઈ છે’
તેમ કહી જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ, મેં ના પાડતા આ લોકો મારી સાથે ઝપાઝપી કરી ઢિકાપાટુનો માર મારવા લાગતા મારી સાથે આવેલા છોડાવવા વચ્ચે પડતા તેઓની સાથે પણ ઝઘડો કરવા લાગેલ, જેથી અમો ત્યાંથી નિકળવા લાગેલ અને મારા સસરા સંજયભાઇને ફોન કરી બનાવની જાણ કરેલ અને અમે ગેટ પાસે પહોચતા બે જણાએ મને પકડી રાખેલ અને એક માણસે વાંસાના ભાગે લાકડીથી માર મારેલ અને એક ભાઈ પાસે કુહાડી હતી અને આ બધાએ મળીને માર મારવા લાગેલ અને એટલામાં મારા સસરા સંજયભાઈ તથા
મારા સાસુ સરોજબેન વગેરે આવી જતા વધુ મારથી બચાવેલ અને સામાવાળાના ઓળખીતા આવી જતા તેઓ જતા રહેલ અને મારા મામા અજયભાઈ સણિયારા મને મારા મોટરસાયકલ પર બેસાડી સરકારી દવાખાને સારવારમા લઇ ગયેલ હતા અને મે મારા ફોનમાં વિડિઓ ઉતારેલ, જે જોતા તેમા એક યશરાજસિંહ ઝાલા અને જયદ્રથસિંહ ઝાલા રહે. પેડક સોસાયટી વાંકાનેર વાળા હતા પોલીસ ખાતાએ ઉપરોક્ત બે અને બીજા બે અજાણ્યા શખ્સો સામે ધોરણસર ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….