એક મહિના પૂર્વે બનેલ બનાવ મામલે તાલુકા પોલીસ મથકમાં માતાએ ફરિયાદ કરી
વાંકાનેર : તાલુકાના લાકડધાર ઢુવા માટેલ રોડ ઉપર આવેલ સેન્ટોસા કારખાનાની લેબર કોલોનીમાં એકાદ માસ પૂર્વે ઓરિસ્સાની વતની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવ અંગે મૃતકના માતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તેણીના પતિ વિરુદ્ધ દીકરીને મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ઢુવા માટેલ રોડ ઉપર આવેલ સેન્ટોસા કારખાનાની લેબર કોલોનીમાં એકાદ માસ પૂર્વે ઓરિસ્સાની વતની રૂપાલીબેન ક્રિષ્ના અનંત બાસ્કે ઉ.20 નામની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતક રૂપાલીબેનના માતા તીલ્લોતમા સુંદર મુર્મુ રે.સુકીંદર ટાટા માઇન્સ પોસ્ટ-સુકીંદા જી.જાજપુર (ઓરિસ્સા) વાળાએ
વાંકાનેર પોલીસ મથકમાં પોતાની દીકરીને તેણીના પતિ આરોપી ક્રિષ્ના અનંત બાસ્કે રે.ગોપાલપુર પોસ્ટ-હાતબદ્રા જી.મયુરભંજ રાજ્ય-ઓરીસ્સાવાળાએ ઘરકામની નાની નાની બાબતોમાં મેણા-ટોણા મારી દુ:ખત્રાસ આપી મરવા માટે મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે આઇપીસી કલમ 306 અને 498(એ)મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.