કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કાછીયાગાળા પાસે બાઇકને ટ્રેક્ટરે હડફેટે લેતા બે જણાને ઇજા

તીથવા મહિલાના અકસ્માતની રિક્ષાવાળા સામે ફરિયાદ

ICUICUમાં સારવાર ચાલુ

દંપતી કેરી વેચવા મકનસર જતા હતા

મહિલાને કિડની- આંતરડામાં તેમજ મણકામાં ફેકચરની ઇજા

વાંકાનેર: તીથવાનું એક દંપતી પોતાની છકડો રીક્ષામાં કેરી ભરી મકનસર વેચવા જતા હતા, વધાસીયા ટોલનાકા પછી કેરીના કેરેટ આડા-અવળા થઇ જતા સરખા કરવા છકડો ઉભો રાખેલ અને મહિલા રીક્ષામાં બાજુમાં સાઇડમાં ઉભેલ હતી ત્યારે બીજી ત્રણ પૈડાંવાળી રિક્ષાએ તેણીને હડફેટે લેતા ઇજા થઇ છે, જેની ફરિયાદ દાખલ થઇ છે…

જાણવા મળ્યા મુજબ શાક બકાલોનો વેપાર કરતા અને તીથવા લાલશાહનગરમાં રહેતા વિક્રમભાઇ અવચરભાઈ વાધેલા જાતે દેવીપુજક (ઉ.વ.૩૮) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમા ચાર છોકરીઓ- કીંજલ, અનીતા, સુધા અને શીતલ છે. તથા બે છોકરાઓ- હસમુખ અને સુનીલ છે. મારી પત્નીનુ નામ ગીતાબેન છે.
ગઇ તા. ૧૭/૦૬/૨૦૨૫ ના રોજ સવારના હું તથા મારી પત્ની ગીતાબેન વિક્રમભાઈ વાધેલા (ઉ.વ.૩૭) બન્ને જણા અમારી છકડો રીક્ષા રજી નંબર GJ-10-Y-5892 વાળી લઇ વાંકાનેરથી કેરીના બોકસ લઇ મકનસર ગામ ખાતે વેચવા માટે નીકળેલ અને વધાસીયા ટોલનાકા પછી મારી રીક્ષામાં રહેલ કેરીના કેરેટ આડા-અવળા થઇ ગયેલ હોય જેથી ટોલનાકા પાસે હું રીક્ષા સાઇડમાં ઉભી રાખી કેરેટ સરખા કરતો હતોફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

અને મારી પત્ની રીક્ષામાં બાજુમાં સાઇડમાં ઉભેલ હતી તે દરમ્યાન વાંકાનેર તરફથી એક ત્રણ ટાયર વાળી બ્લુકલરની રીક્ષા રજી નંબર GJ-07-UU-0032 પુરઝડપે આવી મારી પત્ની સાથે અથડાવેલ જેથી તે રોડ પર પછડાયેલ અને શરીરે ઇજા થયેલ. આ રીક્ષા ચાલક તેની રીક્ષા મુકી નાસી ગયેલ અને ત્યાં તરત વધાસીયા ટોલનાકા વાળાની એમ્બયુલન્સ આવી ગયેલ, મારી પત્નીને વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે લઇ ગયેલ અને કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

જાણ થતા મારા ભાઈ મુકેશભાઈના પત્ની રસીલાબેન તથા મકનસરથી મારી બહેન વસંતબેન વાંકાનેર સરકારી દવાખાને આવી ગયેલ હતા, વધુ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પીટલ ખાતે સારવારમાં લઇ ગયેલ, મારી પત્ની અર્ધ બેભાન હાલતમાં હોય અને બોલી ચાલી શકતી ન હોય ડોકટરશ્રીએ જણાવેલ કે તમારી પત્નીને ડાબી બાજુ કિડની તેમજ આંતરડામાં ગંભીર ઇજા થયેલ છે તેમજ મણકામાં ફેકચરની ઇજા થયેલ છે. હાલે તેની ICUICUમાં સારવાર ચાલુ છે. પોલીસ ખાતાએ ધોરણસર ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!