કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બીભત્સ વીડિયો વાયરલ કરનાર વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેરના શખ્સે પરિણીતાની જાણ બહાર વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી અંગત પળોનો વીડિયો વાયરલ કરી નાખ્યો

મોરબી: મૂળ વાંકાનેર અને હાલમાં મોરબી શહેરમાં રહેતી પરિણીતાના અંગત પળોના ફોટો અને વીડિયો મોબાઈલમાં ઉતારી લઈ પરિણીતા અને આરોપી વચ્ચે થયેલા વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લઈ આરોપી યુવાને ફોટા – વીડિયો વાયરલ કરી નાખતા બનાવ અંગે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમા ગુન્હો નોંધવામાં આવ્યો છે.સમાજ માટે લાલબત્તીરૂપ આ કિસ્સામાં હાલમાં મોરબી રહેતા મૂળ વાંકાનેરના પરિણીતાએ આરોપી કિશન વસંતભાઈ બારોટ નામના શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી કિશન બારોટ તા.5 ઓગસ્ટના રોજ ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલ વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લઈ બીભત્સ વીડિયો તેમજ બન્ને વચ્ચેની અંગત પળોના ફોટા અને વીડિયો મોબાઈલમાં સેવ કરી લઈ બાદમાં વાયરલ કર્યા હતા. આ ગંભીર બનાવ અંગે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!