વાંકાનેર: અહીં મિલ પ્લોટના બે અને થાનગઢના એક શખ્સ સામે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા કુલ ત્રણ શખ્સ સામે પોલીસ કાર્યવાહી થયેલ છે.
વાંકાનેર અમરસર ફાટક પાસે ગાર્ડન રેસ્ટોરંન્ટની બાજુના પટ્ટમાં બેસી IPL માં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમો વચ્ચેની ટી-૨૦ ક્રિકેટ મેચમાં રન ફેરના તથા મેચની હારજીતના મોબાઈલમાં ઓનલાઈન આઈ.ડી.માં સોદાઓ રમતા (1) અંકીતભાઈ શાંતીલાલ નંદાસીયા જાતે-કુંભાર (ઉ.વ.૩૧) ધંધો-વેપાર
રહે. અરૂણૉદય સોસાયટી વાળો અને (ર) ઉમંગભાઈ રામુભાઈ ધરોડીયા જાતે-કુંભાર (ઉ.વ.૨૩) ધંધો-વેપાર રહે. મીલપ્લોટ ચોક પાસે વાળા સામે પોલીસ કાર્યવાહી થયેલ છે. બંને ઈસમોને સદરહુ આઈ.ડી. કોની પાસેથી મેળવેલ, તે બાબતે પુછતા દસેક દિવસ પહેલા પોતાના મિત્ર ચીરાગભાઈ ઉફે ચીરકુટ વામજા
રહે. થાનગઢ જોગઆશ્રમ પાસે વાળાનું નામ આપેલ થાનના શખ્સે રૂ.૫૦,૦૦૦૦/ નું બેલેન્સ આપેલ હતુ, તેવું જણાવેલ છે. આ આઈડી દ્વારા મેચમાં ઓનલાઇન સોદાઓ કરી જેનો હિસાબ દર સોમવારે કરતા અને હારજીતના રૂપિયાનુ આંગણીયુ કરતા હતા. કુલ મુદામાલ 53,100 રૂપિયાનો કબ્જે કરેલ છે. એકબીજા
સાથે મેળપીપણું કરી આરોપીઓ સામે જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે. કાર્યવાહી પો.હેડ.કોન્સ. વાંકાનેર સીટી પો.સ્ટે વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, પો.હેડ.કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, તેજપાલસિંહ કીરીટસિંહ ઝાલા, પો.કોન્સ. જનકભાઈ વલ્લભભાઈ ચાવડા તથા ધર્મરાજભાઈ પ્રવિણભાઈ કીડીયા દ્વારા કરવામાં આવી હતી.
છરી સાથે:
ભાયાતી જાંબુડિયા હિમાલય પ્લાઝા પાસેથી માળીયા મિયાણાનો અસગ઼ર હૈદરભાઈ ખોડને છરી સાથે પોલિસે પકડેલ છે
સર્પ આકારે બાઈક ચલાવતા:
સતાપરના જગદીશ જીવાભાઈ ગણાદિયા કેફી પ્રવાહી પી પોતાનું મોટર સાયકલ ચલાવતા કાયદેસર કાર્યવાહી- મોટર સાયકલ કબ્જે
પીધેલ:
(1) પટેલ વાડી પાછળ રહેતા ભરતસિંગ મોહનસીંગ કૌશલ્ય (2) રાજાવડલાના અરજણ મનજીભાઇ અઘોરા (3) અદેપરના દિનેશ પરબતભાઇ સતવાણી અને (4) સતાપરના સોમા દેવશીભાઇ રોજાસરા પીધેલ પકડાયા છે.