આરોપી રાજકોટનો
વાંકાનેર: અઢાર વર્ષ પુરા ન થયા હોય તેવી વાંકાનેરની સગીર છોકરીને ભગાડી જવાનો વધુ એક બનાવ સીટી પોલીસ સ્ટેશને નોંધાયો છે, આરોપી રાજકોટનો છે….
જાણવા મળ્યા મુજબ તા. ૧૨/૧૦/૨૦૨૫ ના રોજ પોતાની સોળ વર્ષની દીકરી એકલી ઘરે હતી, જે બપોરના ગુમ થતા આજુબાજુમાં તપાસ
કરતા ક્યાંય જોવામાં આવેલ નહી અને આથી દર્શન ઠાકોર રહે. સાત હનુમાન મંદીર, કુવાડવા રોડ રાજકોટ વાળો છોકરો લઇ ગયેલ
હોવાની શંકા જતા એમના ઘરે માવતરે તપાસ કરતા તે પણ તેના ઘરે હાજર ન હતો જેથી આ સગીરવયની દિકરી ઉ.વ.૧૬ વર્ષ 
(જન્મ તા.૨૦/૦૮/૨૦૦૯) વાળીને આ દર્શન ઠાકોર લલચાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી અપહરણ કરી લઇ ગયેલ હોય તેની સામે
ધોરણસર થવા ફરીયાદ થઇ છે, દિકરી ઘરેથી ગયેલ ત્યારે કેવા કપડા પહેરેલ હતા તે માવતરને ખબર નથી પણ તેની સાથે તેના જન્મ
તારીખનો દાખલો અને બીજા બે ત્રણ જોડી કપડા લઇ ગયેલ છે આ સિવાય અન્ય કોઇ ચીજવસ્તુ સાથે લઈને ગયેલ નથી, એવું જાણવા મળેલ છે…
