ચંદ્રપુર હાઇવે પર રહેતો શખ્સ આરોપી
વાંકાનેર: ચંદ્રપુર હાઇવે પર રહેતા એક ઈસમ સામે રફાળેશ્વરના યુવકને ટ્રક વેચાણ કરેલ, દર મહિને યુવક હપ્તા ભરતો તે દરમિયાન યુવકના ઘરે છરી બતાવી આરોપીએ બળજબરી પૂર્વક ટ્રક જુટવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભરેલ રૂપિયા પરત નહીં આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળ્યા મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના એંજાર ગામના વતની અને હાલ મોરબીના રફાળેશ્વર ચોકડી શ્રીરામ ટ્રાન્સપોર્ટ ની બાજુમાં મોન્ટુભાઈ ના મકાનમાં ભાડેથી રહેતા ઘનશ્યામભાઈ દેવાભાઈ ઝરવલિયા (ઉ.વ.39) એ આરોપી ઇરફાનભાઈ સમા રહે. ઉત્સવ હોટલ પાસે ચંદ્રપુર વાંકાનેર વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે 

આરોપીએ ફરીયાદીને વિશ્વાસ આપી વેચાણ કરારથી ટ્રક રજીસ્ટર નંબર-GJ-14-X-8977 વાળા કી.રૂ. 4,89,000૪ કબ્જો ફરીયાદીને આપી વેચાણ કરાર મુજબ ફરીયાદીએ દર મહીને હપ્તા ભરતા હોય તે દરમ્યાન ફરીયાદીના ઘરે આવી ફરીયાદી સાથીને છરી બતાવી બળજબરીથી ચાવી જુટવી લઈ, 
જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી ફરીયાદીના કબ્જા ભોગવટાવાળો ટ્રક લઈ જઈ આજદીન સુધી ફરીયાદીને ટ્રક કે રૂપીયા પરત નહી આપી ફરીયાદીએ ટ્રક પેટે કુલ કી.રૂ. 21,37,500 ભરેલ હોય તેમ છતા ટ્રક લઈ જતા ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે….
