બાઉન્ટ્રી ખાતે ફ્રૂટ વેંચતા દંપતીને હડફેટે લીધેલ
વાંકાનેર: બાઉન્ટ્રી ખાતે અઠવાડિયા પહેલા એક ફોરવ્હિલ ગાડીના ચાલકે લારી પર ફ્રૂટ વેંચતા દંપતીને હડફેટે લેતા પતિનું મરણ નીપજેલ અને પત્નીને ઇજા થયેલ, જેની મરણ જનારની પત્નીએ ફરિયાદ નોંધાવેલ છે…..
જાણવા મળ્યા મુજબ ફ્રૂટની લારીનો ધંધો કરતા અને હાલ બોરીયાનેશ તા.ચોટીલા મુળ રહે. મોટી મોલડીના રહીશ ભારતીબેન હિમંતભાઇ સામાભાઇ ઉગરેજીયા જાતે દેવીપુજક (ઉ.વ.૩૬) એ ફરીયાદમાં લખાવેલ છે કે મરણ જનાર મારા પતિ હિમંતભાઇ વાંકાનેર બાઉન્ટ્રી ખાતે
મહાદેવ હોટલના સામેના ભાગે રોડની સાઇડમાં ફુટની લારી રાખી વેપાર ધંધો કરી અમારા પરીવારનુ ગુજરાન ચલાવતા હતા.
ગઇ તા.૨૨/૦૬/૨૦૨૫૨૦૨૫ ના રોજ આશરે ચારેક વાગ્યાના અરશામા હું તથા મારા પતિ હેમંતભાઈ અમારી લારીએ વેપાર ધંધો કરતા
હોય ત્યારે એક પીળા કલરની ફોરવ્હિલ ગાડી રજી નંબર.GJ-16-DS-7851 રાજકોટ તરફના રોડ ઉપર આવેલ ટોલનાકા બાજુથી પુરઝડપે અમારી તરફ આવી મને તથા મારા પતિ હિમંતભાઇ બન્ને સાથે અથડાતા અમો બન્ને ઉછળીને રોડ પર પડેલ અને ફુટની લારી પણ આ કાર અથડાતા ફંગોળાઇ રોડથી નીચે જતી રહેલ અને ઇજાઓ થયેલ હોય અને નજીકમાંથી માણસો ભેગા થયેલ હોય જેમાંથી અમારા કુટુંબી
ભત્રીજા પોલાભાઈ મને પ્રથમ ચોટીલા સરકારી હોસ્પિટલે અને પછી એમ્બ્યુલન્સમાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ અને બાદમાં મારા દિયર ભરતભાઈએ મને વાત કરેલ કે મારા પતિ હિમંતભાઈને આ ફોરવ્હિલ ગાડી અથડાતા ગંભીર ઇજાઓ થતા ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયેલાનું અને મરણ ગયેલ હોવાનું મને જાણ કરેલ. પોલીસ ખાતાએ આગળની કર્યવાહી શરૂ કરેલ છે….
