વાંકાનેર: ચાવડી ચોકમાં રાજેશ કોલ્ડડ્રીક વાળા ફરીયાદીએ સામેવાળા આરોપી પૈસાની માંગણી કરી ગાળા ગાળી અને ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી અને આ ત્રણેય આરોપીઓએ દુકાનમાં રાખેલ કાચની સોડાની બોટલો તથા કાચના ગ્લાસના છુટ્ટા ઘા કરી ફરીયાદીને ઈજા કરી અને ટાંટિયા ભાંગી નાખવાની અને ચેક રીટન કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ગુનામાં એકબીજાને મદદગારી કરવાનો ગુન્હો નોંધાયો છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર નાઇન એ વન્યુ સોસાયટી રાતીદેવરી રોડ પર રહેતા જયદિપભાઈ જીતેન્દ્રભાઇ જયસ્વાલ કલાલ (ઉ.વ.૨૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે હું વાંકાનેર ચાવડી ગેટ પાસે રાજેશ કોલ્ડડ્રીક નામની દુકાને બેસી સોડા સરબતનો વેપાર કરું છું, ગઈ તા.૨૩/૦૯/૨૦૨૫ ના હુ તથા મારો ભાઇ કિસન એમ બન્ને અમારી દુકાને હતા ત્યારે વાંકાનેર ઓજા શેરીમાં રહેતા જયેશભાઇ મહેશ્વરભાઇ ઓજા અમારી પાસે આવી પૈસાની ઉઘરાણી કરેલ હોય જેથી મેં કહેલ કે 
‘હાલ અમારી પાસે પૈસા નથી’ તેમ વાત કરતા જયેશભાઇ ઓજા એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળા ગાળી કરવા લાગેલ અને મારી સાથે ઝપાઝપી કરવા લાગેલ જેથી હું મારી જાતને છોડાવવા મારી દુકાનમાં એક લાકડી પડેલ હોય જે મારવા માટે દોડેલ અને ત્યાં ઘણા માણસો ભેગા થઈ જતા અમોને છુટ્ટા પાડેલ
આ દરમ્યાન મેં મારા પપ્પા જિતેન્દ્રભાઇ રમણીકલાલ જયસ્વાલને ફોન કરી આ બનાવ બનેલની વાત કરતા મારા પીતાજી દુકાને આવેલ. આ દરમ્યાન આ જયેશભાઇ ઓજા તથા તેના બન્ને દિકરાઓ જેમાં એક આકાશ જયેશભાઇ ઓજા તથા બીજો દિકરો રૂષભ જયેશભાઇ ઓજા જે ત્રણેય બાપ દિકરો પાછા દુકાને આવી મારા પિતા સાથે ગાળા ગાળી કરતા હોય જેથી અમે ત્રણેય બાપ દિકરો આ ત્રણેય જણાને ગાળો ન બોલવા સમજાવેલ પરંતુ મને રોડ ઉપર પછાડી દીધેલ અને આ જયેશભાઇ તથા તેના બન્ને દિકરાઓ જેઓ 
અમારી દુકાનમાં સોડાની કાચની બોટલ તથા કાચના ગ્લાસ હોય તેના અમારા ઉપર ઘા કરવા લાગેલ, જેથી મેં પણ આ જયેશભાઇ ઉપર કાચની સોડાની બોટલનો ઘા કરેલ હતો અને આ વખતે રૂષભ ઓજા કહેતો કે ‘આ લોકો પૈસા નહી આપે તો ટાંટિયા ભાંગી નાખવા છે ચેક રીટન કેસમાં ફસાવી દેવા છે’ મને વાગેલ હોય સરકારી દવાખાને સારવારમાં લઇ ગયેલ હતા પોલીસ ખાતાએ ગુન્હો – બી.એન.એસ કલમ ૧૧૫(૨), ૧૨૫(એ), ૩૫૨, ૩૫૧, ૩૨૪ (૪-૫), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ.૧૩૫ અને મહે. જીલ્લા મેજી, સા. મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરવાનો નોંધેલ છે….
