પ્લાટીકનો પાઈપ અને પગે ચાલવાની ધોડી આંગળી પર મારી
વાંકાનેર: તાલુકાના સતાપર ગામે થયેલ ડખ્ખામાં વળતી ફરિયાદ થઇ છે, ફરીયાદી પોતાના ધર પાસે આવેલ હનુમાનજીના ઓટે રોટલી મુકવા જતા સામેના ચાર આરોપીઓને સારૂ નહિ લાગતા ઢીકા પાટુનો માર અને પ્લાટીકનો પાઈપ અને પગે ચાલવાની ધોડી આંગળી ઉપર મારી ગુન્હામાં એકબીજાએ મદદગારી કરવાનો ગુન્હો નોંધાયો છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગામના રહીશ અને કડીયાકામ કરતા વિજયભાઈ સોમાભાઈ સારેસા (ઉવ.૩૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા. ૧૫/૦૧/૨૦૨૬ ના હું સારદાબેન રમેશભાઈ સારેસાના ધરની સામે આવેલ હનુમાનજીના ઓટે રોટલી મુકવા માટે ગયેલ ત્યારે આ સારદાબેને મને કહેલ કે ‘અહી રોટલી મુકવી નહી’ તેમ કહી રોટલીનો ધા કરી દીધેલ અને મને જેમતેમ બોલી ગાળો બોલી જપાજપી કરી મારી ડોક પકડી મને ગડદા પાટુ મારવા લાગેલ અને દેકારો થતા આ સારદાબેનના પતિ, તેની નાની દિકરી ઉરમીલા તથા મોટી દિકરી લલીતાબેન એમ બધા આવેલ અને 
ઉરમીલાબેને પ્લાટીકનો પાઇપ મને વાંસામાં મારેલ આ વખતે મારી રાડારાડીથી મારો ભાઇ રમેશભાઈ તથા મારી માતા માલુબેન આવી ગયેલ અને તેમને પણ આ ત્રણય મા-દિકરીઓએ જેમતેમ બોલી ભુંડા બોલી ગાળો આપેલ મારી માતા માલુબેનને સારદાબેને છાતીના ભાગે ઢીકા મારી વાળ ખેંચી પછાડી દીધેલ અને આ રમેશભાઈ ગોવાભાઈ સારેસાએ તેની પગે ચાલવાની ધોડી મારા ડાબા હાથની ટચલી આંગળીએ મારેલ હતી અને પછી આજુબાજુમા રહેતા માણસો ભેગા થઈ જતા આ લોકો ત્યાંથી જતા રહેલ અને 
જતા જતા મને કહેલ કે ‘હવે અહી ઓટે રોટલી મુકવા આવીશ તો હજી વધુ માર મારશુ’ તેમ ધમકી આપેલ અમને મુંઢ ઇજાઓ થયેલ હોય વાંકાનેર સરકારી દવાખાને સારવારમાં આવેલ પોલીસ ખાતાએ (1) સારદાબેન રમેશભાઇ સારેસા (2) રમેશભાઈ ગોવાભાઈ સારેસા (3) લલીતાબેન રમેશભાઈ સારેસા (4) ઉરમીલાબેન રમેશભાઈ સારેસા સામે બી.એન.એસ કલમ- ૧૧૫(૨),૩૫૨,૩૫૧(૨) ૫૪ તથી જી,પી,એક્ટ કલમ, ૧૩૫ મુજબ અને મહે, જીલ્લા,મેજી,સા મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ સબબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
