વાંકાનેર: મોટા ભોજપરા વાદિ વસાહતમાં રહેતા બે વ્યક્તિઓ અહીં કોર્ટ રૂમ બહાર લોબીમાં બોલાચાલી કરી કોર્ટ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડતા હોવાની ફરિયાદ નોંધાઈ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પો.સ્ટે.ના પો.કોન્સ સંજયભાઇ જેસંગભાઇ બોરીચાએ ફરીયાદમાં નોંધાવેલ છે કે તા-૦૧/૦૪/૨૦૨૫ ના રોજ વાંકાનેર કોર્ટમાં પહેલા માળે હુ નોકરી ઉપર હતો ત્યારે કોર્ટ રૂમ બહાર લોબીમાં કોઇ બે વ્યક્તિઓ બોલાચાલી કરતા હોય જેથી મે તે બન્ને ઇસમોને બોલાચાલી કરતા અટકાવેલ અને સમજાવેલ છતા પણ આ બન્ને ઇસમો ઉગ્ર સ્વભાવે બોલાચાલી કરી બખેડો કરતા કોર્ટ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડતા હોય જેથી (૧) બહાદુરનાથ સુરમનાથ પરમાર જાતે, વાદિ (ઉ.વ.૩૦) અને (૨) જોગનાથ દાદુનાથ બામણીયા જાતે.વાદી (ઉ.વ ૩૬) રહે. બંને મોટા ભોજપરા વાદિ વસાહત વાંકાનેર વાળા અગાઉ જુના કેસનો ખાર રાખી બોલાચાલી ઝગડો કરતા હતા….