ઘટનામાં એક યુવાનનું મરણ નીપજેલ
આરોપીમાં વાંકાનેર, મહીકા, કોઠી અને સમઢીયાળાના રહીશો
વાંકાનેર: તાલુકાના મહીકા ગામની નદીના કાંઠે લીજ મંજુર થયેલ હોય ત્યાં ફરીયાદીની વાડી આવેલ હોય જે બાબતે મનદુખ ચાલતુ હોય ત્રણ યુવાનો વાડીએ હાજર હોય ત્યારે લોડર તથા પોતાની અલ્ટો લઈ ખેતર વચ્ચેથી ચાલતા- ચલાવવાની ના પાડતા ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપતા મારી નાખશે તેવી બીક લાગતા ત્રણેયને મરવા માટે મજબુર કરતા રીંગણીમાં છાંટવાની ઝેરી દવા પી લેતા એક યુવાનનું ચાલુ સારવાર દરમ્યાન મરણ ગયેલ અને પંદરેક દિવસ પહેલા અન્ય બન્ને વાડીએ આવી જમીન ખાલી કરી નાખવાની તેમજ લેન્ડ ગ્રેબીગની ફરીયાદની ધમકી આપ્યાની પાંચ જણા સામે ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલિસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એ. ભરગા સાહેબે રાજકોટ સરકારી હોસ્પિટલે જઈ લખેલ ફરિયાદમાં વિનોદભાઈ ધરમશીભાઈ બાંભણીયા (ઉ.વ.૫૩) રહે. મહીકા તા.વાંકાનેર વાળાએ લખાવેલ છે કે મારે સંતાનમાં 
સૌથી મોટી દીકરી-ભારતીબેન (ઉવ.૨૫), કલ્પેશભાઇ (ઉ.વ.૨૩) અને વિશાલ (ઉવ.૨૦) અને મારાભાઈ હરિભાઈને સંતાનમાં દીકરો યશ (ઉવ.૧૬) અને રોહીત (ઉ.વ.૧૩) નો છે, અમારા પિતાજીની મહીકા ગામના નદીના કાંઠે વાડાના આઠ વીઘા જમીન આવેલી છે, જે જમીન મારા તથા મારા ભાઈની સયુક્ત છે. જેનો અમો વેરો ભરતા હતા. દસેક વર્ષથી વેરા લેવાનો બંધ કરી દીધેલ છે. ગઇ તા. ૧૯/૧૧/૨૫ ના સવારના નવેક વાગ્યે હું ઘરેથી વાડીએ જતો હતો ત્યારે મારા દીકરા કલ્પેશનો ફોન આવેલ કે, ‘ગોબરભાઈ ભરવાડ રહે. સમઢીયાળા વાળાએ
આપણા ખેતરમાં વચ્ચેથી લોડર કાઢેલ જેથી અમોએ તેને ના પાડતા તેને અમારી સાથે ઝગડો કરેલ’ હું ત્યાં પહોચતા ગોબરભાઈ મારા બંન્ને દીકરા તથા મારા ભાઈના દીકરા યશ સાથે ઝપાઝપી કરતા હતા. તથા યશને શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજાઓ કરેલ હતી, અને ગોબરભાઈ પોતાની અલ્ટો ગાડી અને લોડર તેમનો ડ્રાઇવર લઇને આવેલ હતો. આ ગોબરભાઇએ મારા દીકરાઓને કહેલ કે, ‘હમણા ધોકા લઈને આવું છું, તમને મારી નાખવા છે’, અને ત્યારબાદ હું મારા ખેતરની બાજુમાં ગાયુના વાડે જતો રહેલ અને આ મારા બંન્ને દીકરા તથા
મારા ભાઇનો દીકરો યશ ત્રણેય ખેતરમાં ધોરીયા નાખતા હતા ત્યારે ખેતરમાં દેકારો થતા હું ત્યાં ગયેલ તો અમારા છોકરાઓ ભાગતા હતા અને રાડો પાડતા હતા કે, ‘ભાગો ઓલા ધોકા લઇને આવે છે’. જેથી મેં જોયેલ તો સામેથી વિઠ્ઠલભાઇ મોતીભાઇ ચાવડા તથા તેનો દીકરો ભરતભાઇ રહે, બંન્ને કોઠી વાળા તથા ગોબરભાઇ ભરવાડ ત્રણેય હાથમાં ધોકા લઇને આવતા હતા અને હું અમારા છોકારાઓ અમારા બીજા વાડે ગયેલ હતા ત્યાં ગયેલ તો મારા દીકારા કલ્પેશે કહેલ કે ‘ ધોકા લઇને અમને મારવા આવતા હતા જેથી અમોએ વાડામાં રીંગણામાં
છાટવાની દવા પી લીધેલ છે’. ત્યારબાદ મેં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અને ૧૦૮ માં ફોન કરેલ અને મારા ત્રણેય દીકરાઓને એમ્બ્યુલન્સમાં વાંકાનેર સરકારી હોસ્પીટલમાં અને પછી વધુ સારવાર માટે રાજકોટ સારવારમાં દાખલ કરેલ અને ચાલુ સારવાર દરમ્યાન મારા ભાઇનો દીકરો યશને ફરજ પરના ડોક્ટર સાહેબે મરણ ગયેલ જાહે૨ કરેલ મારા બંન્ને દીકરાઓ હાલ સારવાર હેઠળ છે આજથી પંદરેક દીવસ અગાઉ હુ મારી વાડીએ હતો ત્યારે અમારી વાડીની નજીક નદીમાં હેમેશભાઇ પટેલને લીજ મળેલ હોય તે તથા સર્કલ ઓફીસર
રાજવીર ઝાલા સાહેબ બંન્ને મારી વાડીએ આવેલ અને હનિફભાઈ વાડીની બહાર ઉભા હતા અને સર્કલ ઓફીસર સાહેબે મને સમજ કરી કે, ‘તમારી વાડી લીજમાં આવે છે અને તમારા કાગળો લઇને આવજો’ તેમ કહેલ અને ત્યારબાદ સર્કલ ઓફીસર તેનું કામ કરતા હતા. પાછળથી હેમેશભાઈ પટેલ તથા અમારા ગામના હનિફભાઈએ બંન્નેએ મને ધમકી આપેલ કે ‘જમીન ખાલી કરી નાખજે નહીતર તારા ઉપર લેન્ડગ્રેબીંગની ફરીયાદ કરશુ’ પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ, કલમ-૧૦૮, ૧૧૫(૨), ૩૫૧(૨), ૩૫૧(૩),૫૪, તથા જી.પી. એકટ કલમ-૧૩૫ મુજબ તથા ગુન્હામાં એકાબીજાએ મદદગારી કરી મ્હે. જીલ્લા મેજી.સા.ના હથિયારબંધી જાહેરનામાનો ભંગનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….

