ગાયત્રી મંદીર પાસે રહેતા યુવકનું મૃત્યુ નીપજેલ
વાંકાનેર: બંધુનગર (મોરબી) પાસે આવેલ રાધે પેટ્રોલ પંપમાં નોકરી કરતા વાંકાનેર ગાયત્રી મંદીર પાસે રહેતા યુવક મોટર સાયકલ લઇ નાસ્તો લેવા જતા રાણેકપર ગામનું પાટીયુ પાસ કરી ક્રીષ્ના પેટ્રોલપંપથી થોડા આગળ રોડ પર પહોંચતા સામેથી રોંગ સાઇડમાં એક મોટર સાયકલ સ્પીડમાં ભટકાતા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજવાની ઘટનાની ફરિયાદ રાતીદેવરીના રાહુલભાઇ મનુભાઈ વોરાએ નોંધાવેલ છે…


જાણવા મળ્યા મુજબ રાતીદેવરીના રાહુલભાઇ મનુભાઈ વોરા (ઉ.વ.૧૯) એ ફરિયાદમાં લખાવેલ છે કે હું બંધુનગર પાસે આવેલ રાધે પેટ્રોલ પંપમાં નોકરી કરુ છું અને ત્યાં મારી સાથે પેટ્રોલપંપમાં કેતન ખીમાભાઇ રાઠોડ જે હાલ રહે, વાંકાનેર ગાયત્રી મંદીર પાસે રહે છે તે પણ ત્યાં સી.એન.જીમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા, અને હું આ પેટ્રોલપંપે મારા બનેવી મેહુલકુમાર દિનેશભાઈ ભંખોડીયાનુ હિરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં.GJ36 AG0390 નું વાપરૂ છું, તા.૦૭/૧૨/૨૦૨૫ ના રાત્રીના અગ્યારેક વાગ્યે હું તથા કેતનભાઈ મોટર સાયકલ લઇ પેટ્રોલપંપથી વાંકાનેર ટોલનાકા પાસે હોટલે નાસ્તો લેવા માટે નિકળેલ હતા 


મોટર સાયકલ કેતનભાઈ ચલાવતા હતા અમો રાણેકપર ગામનું પાટીયુ પાસ કરી ક્રીષ્ના પેટ્રોલપંપથી થોડા રોડ પર પહોંચતા સામેથી રોંગ સાઇડમા એક મોટર સાયકલ રજી.નંબર GJ36AA 3561 એકદમ સ્પીડમાં અમારા મોટર સાયકલ સાથે ભટકાતા કેતનભાઈને કપાળના ભાગે ઇજા થયેલ હોઇ અને તે કાંઈ બોલતો નહોતો. બાદમાં ૧૦૮ માં મોરબી સીવિલ હોસ્પીટલે અને પછી રાજકોટ લઇ ગયેલ હતા
જ્યાં સારવાર દરમ્યાન સવારના સાડા સાત વાગ્યે મરણ ગયેલ છે. તેની અંતીમક્રીયા પોતાના વતન અજમેર (તા: વિંછીયા) કરવામાં આવી હતી પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

