ગોકુલનગરના યુવાનનું મરણ નીપજેલ
બે રીકવરી એજન્ટ યુવાનોને ઇજા થયેલ
વાંકાનેર: તાલુકાના મહીકા ગામ પાસે હાઇવે રોડ પર આગળ જતા એક મોટર સાયકલ વાળાએ પાછળ જોયા વગર કે ઈન્ડીકેટર ચાલુ કર્યા વગર તથા કોઈ સંકેત કર્યા વગર અચાનક સામેની તરફ જવા માટે વાળતા ગોકુલનગરમાં રહેતા યુવાનના બુલેટ સાથે અથડાતા બે યુવાનોને ઇજા અને એક યુવાનનું થયેલ મરણ અંગેનો ગુન્હો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે…
જાણવા મળ્યા મુજબ ગોકુલનગર સોસાયટી દેવવિહાર બંગ્લાની સામે મહાવીર નગર આગળ શેરી નંબર.૦૨ વાંકાનેર રહેતા મીહીરભાઇ અશ્વિનકુમાર પોપટ (ઉ.વ.૨૩) એ ફરીયાદમાં લખાવેલ છે કે હું જન્મથી જ મારા મામા રાજેશકુમાર કકકડ સાથે રહું છું, હું તથા મારા મામાનો દિકરો કિશનભાઈ હિતેશભાઈ બંને ભરવાડની જયમાતાજી એજન્સીમાં રીકવરી એજન્ટ તરીકે કામ કરીએ છીએ,
ગઇ તા.૦૩/૧૧/૨૦૨૫ ના હું તથા મારા મામાનો દિકરો કિશન તથા મારા મિત્ર સર્વેગ્રામ બેંકમાં નોકરી કરતા મનદિપસિંહ વિરેન્દ્વ સિંહ ઝાલા રહે. ગોકુલનગર સ્વામીનારાયણ મંદિર પાસે વાંકાનેર વાળા અમો ત્રણેય વાંકાનેર જકાતનાકાથી બાઉન્ટ્રી તરફ મારુ બુલેટ રજી નંબર. GJ-36-AQ-5719 વાળુ લઈને નીકળેલ અને બુલેટ હું ચલાવતો હતો હાઇવે રોડ પર મહિકા ગામના કટ પાસે પહોંચતા અમારી
આગળ ચાલતા મોટર સાયકલના ચાલકે અચાનક પાછળ જોયા વગર તથા ઈન્ડીકેટર કે કોઈ સંકેત આપ્યા વગર કટમાંથી સામેના રોડ તરફ જવા વાળતા અમારૂ બુલેટ આ મોટર સાયકલ સાથે અથડાતા હું તથા મારા મામાનો દિકરો કિશન તથા મનદિપસિંહ ત્રણેય બુલેટમાંથી ઉછળીને હાઇવે રોડની વચ્ચે આવેલ ડિવાઇડર પાસે રોડ પર પડતા અમને શરીરે ઇજાઓ થયેલ હોય આ વખતે આજુબાજુના માણસો ભેગા
થઈ ગયેલ, મનદિપસિંહના સગા ઇન્દ્રજીતસિંહ ઝાલા તથા ૧ ૦૮ એમ્બયુલન્સ આવી ગયેલ અને એમ્બયુલન્સના ડોકટરે મનદિપસિંહને જોઈ તપાસી મરણ ગયેલ હોવાનું જણાવેલ અને બાદમાં અમને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવેલ અમોને વધુ સારવાર માટે મારા મિત્ર ભાવીકભાઇ હસમુખભાઇ સરવૈયા તથા ખોડિદાસ હસમખુભાઈ સરવૈયા રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયેલ હતા પોલીસ ખાતાએ ગુન્હો- ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી), એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
