વાંકાનેરમાં તારીખ ૧૧/૦૫/૨૦૨૪ ના સવારના સાડા અગિયાર વાગ્યે જીનપરા જકાતનાકા એ.ટી.એમ.ની સામે રોડ ઉપર ઈલેક્ટ્રીક સ્કુટરનું એક ડમ્પર નંબર જીજે-૩૬-એકસ -૫૫૫૧ સાથે એકસીડન્ટ થયેલ હતું, જેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વાંકાનેર ઝાંઝર સીનેમા પાસે શીવપાર્કમાં રહેતા વકીલ રાહુલભાઈ સુરેશભાઈ ધરોડીયા જાતે પ્રજાપતી (ઉ.વ. ૩૪) વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે પોતે રાજકોટ હતા ત્યારે તેમને જીતેન્દ્રભાઈ જીવરાજભાઈ ધરોડીયાનો ફરિયાદીના પિતાશ્રીનું એક્સિડન્ટ થયાનો અને શનીભાઈ મેજડીયા સાથે દવાખાને લઈ જઈએ
છીએ એવો ફોન આવતા પોતે વાંકાનેર આવેલ. સરકારી હોસ્પિટલે પહોચેલ ત્યારે ખબર પડેલ કે આ વાહન અકસ્માતમાં પોતાના પિતાને છાતીના ભાગે ઈજા થવાથી મરણ ગયેલ છે. તારીખ ૧૧/૦૫/૨૦૨૪ ના સવારના સાડા અગિયાર વાગ્યે જીનપરા જકાતનાકા એ.ટી.એમ.ની સામે રોડ ઉપર
ઈલેક્ટ્રીક સ્કુટરનું એક ડમ્પર નંબર જીજે-૩૬-એકસ -૫૫૫૧ સાથે એકસીડન્ટ થયેલ હતું સુરેશભાઈ ભાટીયા સોસાયટીમાં કોઈ કામ સબબ જઈ રહ્યા હતા, તો આ ડમ્પર ચાલકે પોતાનુ વાહન ગફલત ભરી રીતે અને બેદરકારી પૂર્વક ચલાવી એકસીડન્ટ કરેલ હોય ચાલક સામે ધોરણસર થવા
ફરિયાદ કરેલ છે. પોલીસ ખાતાએ આગળની કાયદેસરની કાર્યવાહી શરુ કરેલ છે.
સર્પ આકારે મોટર સાયકલ ચલાવતા
અમરસરના મોસીન ઇસ્માઇલભાઈ તરીયા પોતાનું મોટર સાયકલ નં GJ-03-NL-2571 નશો કરેલી હાલતમાં સર્પ આકારે ચલાવતા પોલીસ ખાતાની કાયદેસર કાર્યવાહી- મોટર સાયકલ કબ્જે
દારૂ સાથે:
પંચાસિયાના વિક્રમ મુકેશભાઈ કોંઢીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
નવા રાજાવડલાના અશ્વિન હકાભાઈ પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
(1) કુંભારપરા ચોકના દરજી હર્ષદ બિહારીલાલ ગોહેલ (2) ભલગામના જાગાભાઇ રૂખડભાઈ સુસરા (3) નવા ઢુવા સબ સ્ટેશન પાસે રહેતા પ્રવીણ ગોબરભાઇ શિયાળ (4) નવાપરા વાસુકી મંદિર પાસે રહેતા સંજય વિનોદભાઈ વીજવાડીયા (5) ભરવાડપરા શેરી નં 7 માં રહેતા મયુર છગનભાઇ ખાંડેલા અને (6) તીથવા વડસર તળાવ પાસે રહેતા મેરા હીરાભાઈ રાવા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ પોલીસ કાર્યવાહી