વાંઢા લીમડા ચોક પાસેથી વરલીના આંકડા લખતા પકડાયો
વાંકાનેર: વાંકાનેર માર્કેટયાર્ડ પાસે રહેતા ફરીયાદીના ઘર સામે એક્ટીવાની લાઇટ ચાલુ રાખતા લાઇટ બંધ કરવાનુ કહેતા આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારેલ અને લોખંડના પાઇપનો એક ઘા માથાના ભાગે અને બીજાએ શરીરે મારેલ, જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એક બીજાને મદગારી કરી મહે. જીલ્લા મોરબીના મેજી.સા હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો નોંધાયો છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર માર્કેટયાર્ડ પાસે ચન્દ્રપુર રહેતા રામાભાઇ માનાભાઇ સિંધવ જાતે. સરાણીયા (ઉ.વ.૪૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમા બે દિકરા તથા ત્રણ દિકરી છે. ગઈ તા. ૧૯/૦૯/૨૦૨૫ ના રોજ રાત્રીના મારા ઘર સામે અમારી પાડોશમા રહેતા સમદ જાનમામદભાઇ મોડ તથા સેજુ ઓસમાણભાઈ એક્ટીવાની લાઇટ કરતા હોય તેને લાઇટ બંધ કરવાનુ કહેતા આ બન્ને મને ગાળો દઈ ઢીકા પાટુનો મુંઢ માર મારી ત્યાંથી જતા રહેલ, જેથી હું આ બાબતે સમદના મમ્મી સાયરાબેનને કહેવા ગયેલ ત્યાં આ સાયરાબેન જાનમામદભાઇ મોડ તથા સેજુના મમ્મી મુમતાજબેન તથા તેની બહેન નિલોફરબેન જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ, હું ત્યાથી નીકળીને મારા ઘર બાજુ પરત આવતો હતો ત્યાં સામેથી 
સમદ જાનમામદભાઈ તથા સેજુ ઓસમાણભાઈ તથા સોહીલ ઓસમાણભાઇ આવેલ, સોહિલ મને કહેવા લાગેલ કે ‘કેમ તું એક્ટીવાની લાઇટો બંધ કરવાનુ કહેતો હતો?’ જેથી મેં તેને કહેલ કે ‘અમે સુતા હતા ત્યાં લાઇટ નડે એમ હોય જેથી બંધ કરવાનુ કહેલ’ તેમ કહેતા આ ત્રણેયને સારૂ લાગેલ નહિ અને મને ત્રણેય થઈને માર મારવા લાગેલ, સેજુએ પાઇપનો એક ઘા મને માથાના ભાગે મારતા હું નિચે પડી ગયેલ અને સોહિલે મને લોખંડનો પાઇપનો ઘા મારેલ અને સમદ મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ, હું દેકારો કરવા લાગતા અમારા આજુબાજુના લોકોભેગા થઈ જતા આ ત્રણેય ત્યાંથી જતા રહેલ અને જતા જતા કહેતા ગયેલ કે ‘આજ તો તું બચી ગયો હવે બીજી વા૨ ભેગો થાઇશ તો તને જાનથી મારી નાખશું’ બાદમાં મારી પત્નિ મને એક રીક્ષામાં વાંકાનેર સરકારી હોસ્પીટલ લઈ ગયેલ, વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલે દાખલ કરેલ. પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ. કલમ-૧૧૫(૨), ૩૫૧(૨), ૩૫૨, ૫૪ તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫ મુજબ નોંધેલ છે…
વાંઢા લીમડા ચોક પાસેથી વરલીના આંકડા લખતા પકડાયો
વાંકાનેર વાંઢા લીમડા ચોક પાસેથી પરશુરામ પોટરી વાંકાનેર ખાતે રહેતા રાજેન્દ્રસિંહ ભરતસિંહ કેબૈશલ્યા (ઉ.વ.૩૧) ને જાહેર ખુલ્લી જગ્યામાં નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂા. ૧૫૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ નોંધાયો છે, કાર્યવાહી કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટે ના પોલીસ.કોન્સ. દર્શીતભાઇ ગીરીશભાઇ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી….