કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગર્ભવતી મહિલા સાથેના અકસ્માતમાં ફરિયાદ

તાજુ જન્મેલ બાળકનું નીપજેલ મૃત્યુ

વાંકાનેર: તાલુકાના જાબુડીયા સીમમા આયોટા સીરામીકની ઓરડીમા રહેતા લક્ષ્મીબેન માગેયા અનુ.જનજાતી (ઉ.વ. ૨૮) મુળ રહે. ઝારખંડ વાળાએ ફરીયાદ લખાવેલ છે કે પોતાને સાડા સાતેક માસનો ગર્ભ હતો. તા.૧૦/૧૨/૨૦૨૩ ના રોજ સાંજના પતિ સાથે કરીયાણુ લેવા ઢુવા ખાતે ગયેલ હતા, પાછા આવતા સર્વીસ રોડ પર મારૂતી મીનરલ્સના ગેઈટ સામે મોટર સાયકલ નં. GJ 03 KL 7190 વાળો એકદમ આવીને ભટકાડતા પડી ગયેલ હતી અને ચાલક ભાગી ગયેલ હતો.

પોતે પેટ ભર પડતા ગુપ્ત ભાગે લોહી નિકળવાનુ ચાલુ થઈ ગયેલ હતુ. ૧૦૮ મા સારવારમા વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે અને પછી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ હતા. ત્યાથી પણ વધુ સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ઝનાના વિભાગમાં દાખલ કરેલ હતી. ડોક્ટર સાહેબે ઓપરેશન કરતા બાળકને જન્મ થયેલ હતો. બાળકને અકસ્માતમા માથાના ભાગે હેમરેજ જેવી ઇજા થયેલ ચાલુ સારવાર દરમ્યાન મારૂ તાજુ જન્મેલ બાળક (બાબો) મૃત્યુ નીપજેલ છે.

દારૂ અંગેના ગુન્હા:
(1) પંચાસિયાના કોંઢીયા કાંતિ સમજીભાઈ પાસેથી 28 કોથળી (2) વાલાસણથી કોટડા જતા દરગાહ પાસે ખરાબામાં ઝૂંપડામાં રહેતા લીલાબેન પ્રવીણભાઈ જખાણીયા પાસેથી 20 કોથળી અને (3) સિપાઈ શેરીના હુસેન ઇશાભાઈ જીંદાણી પાસેથી 8 કોથળી મળી આવતા પોલીસખાતાની કાર્યવાહી
પીધેલ પકડાયા
(1) નવાપરા શેરી નં 3 માં રહેતા રાજેશ ઉર્ફે ખોડો ખેંગારભાઈ બાવરીયા નર્સરી ચોકડી પાસેથી (2) નવા રાજાવડલાના ભરત માનસિંગ છત્રોટીયા (3) આરોગ્યનગર શેરી નં 2 ના પરસોતમ સોમાભાઈ દેત્રોજા (4) આરોગ્યનગરના કિરીટ અંબારામ સરવૈયા (5) અદેપરના ધવલ ધીરુભાઈ રોજાસરા (6) ગુંદાખડાના જયંતિ સવજીભાઈ સેજાણી અને (7) ગુંદાખડાના પ્રેમજી સવજી સરવૈયા પીધેલ પકડાતા પોલીસખાતાની કાર્યવાહી
ટ્રાફિક અંગેનો ગુન્હો
મિલપ્લોટના એજાજ યુસુફ લોહિયા પોતાના હવાલાવાળી રીક્ષા નં GJ-36-U5269 જીનપરા જકાતનાકા પાસે ટ્રાફિકને અડચણરૂપ ઉભી રાખતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!