તપાસ મોરબી મહિલા પોલીસ સ્ટેશન મારફત થઇ રહી છે
મૂળ વાંકાનેર તાલુકાના ચંદ્રપુરના રહેવાસી અને હાલમાં વાંકાનેરના લાલપર ગામે માવતરના ઘરે રહેતા ગુલનાઝબેન વસીમભાઈ ખોરજીયા જાતે મોમીન (૨૪)એ તેના પતિ વસીમભાઈ યુસુફભાઈ ખોરજીયા અને સસરા યુસુફભાઈ અમીનભાઈ ખોરજીયા રહે. બંને ચંદ્રપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે
જેમાં તેને જણાવ્યુ છે કે, અવારનવાર નાની-નાની બાબતોમાં તથા કરિયાવર ઓછો લાવી છો, તેમ કહીને મેણા ટોણા મારીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા અને ફરિયાદીના પતિને ખોટી ચડામણી કરવામાં આવી હતી;
જેથી કરીને હાલમાં પરિણીતાએ નોંધાવેલ ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની આગળની વધુ તપાસ મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એચ. લગધિરકા ચલાવી રહ્યા છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ