વાંકાનેર: સરકાર દ્વારા વિવિધ યોજનાઓ સાથે હેલ્પલાઇન નંબર લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા ઇમરજન્સી હેલ્પલાઇન જેમાં પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી શકે તેમ જ પોલીસનું ગેરવર્તન કે ટીઆરબી જવાનનું ગેરવર્તન સહિત કોઈ સરકારી કર્મચારીઓ લાંચ- માંગે તો તેના વિરુદ્ધમાં પણ ફરિયાદ માટેના હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેનો પ્રચાર પ્રસાર સ્ટીકર દરેક વાહનોમાં પોલીસ તંત્ર દ્વારા લગાડવામાં આવ્યા છે અને દરેક સરકારી કચેરીમાં તે સ્ટીકર લગાડી લોકોમાં જાગૃતતા આવે અને ગુનાહિત પ્રવૃત્તિઓથી અટકે અને ગુનાહિત પ્રવૃત્તિ કરનારને પકડાવી શકે તેવા પ્રયાસો સાથે હેલ્પલાઇન નંબરના સ્ટીકરો વાંકાનેર પંથકમાં લગાવવામાં આવ્યા છે
જેમાં હેલ્પલાઇન નંબર 100 પર ઇમર્જન્સી પોલીસ ઘટના પહોંચી પ્રજાને મદદગાર થશે તેમ જ પોલીસ કે ટીઆરબી જવાનો દ્વારા પ્રજા સાથે ગેરવર્તન અંગેની ફરિયાદ કરવાની હોય તો 14449 તેમજ સરકારી કર્મચારી લાંચ માંગે તો ડાયલ કરો હેલ્પ લાઈન નંબર 1064 જેથી સરકારની હેલ્પલાઇન નંબર છે.
દારૂ સાથે:
(1) સિંધાવદર વીડી ભોજપરાના રસ્તે કેનાલના કાંઠે ઝૂંપડામાં રહેતા સંગીતાબેન સુરેશભાઈ ઘોઘાભાઈ જખાણીયા (2) ઢુવા માટેલ રોડ વિકાસ હોટલ પાછળ રહેતા મીનાબેન ગભરૂભાઇ માથાસુરીયા (3) મેસરિયાના રોહિત ભગવાનભાઇ સાકરીયા (4) સિંધાવદર કેનાલ પાસે ઝૂંપડામાં રહેતા વિજુબેન ગેલાભાઇ જખાણીયા (5) રાતીદેવરીના મનીષ ટપુભાઈ કોરડીયા દારૂ સાથે પકડાયા છે.
પીધેલ:
વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે રહેતા કિરીટ અંબારામભાઇ સરવૈયા (2) હસનપરના દેવજી ભીખાભાઇ રાઠોડ (3) પંચાસરના નાગજી રણછોડભાઈ પનારા (4) જીનપરા શેરી નં 12 માં રહેતા રવિ રાજુભાઈ સરોલા પીધેલ પકડાયા છે.