કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટંકારા પાસે એસટી સાથે અકસ્માતની ફરિયાદ

દેવળીયા ગામે જુગાર રમતા પાંચ પકડાયા

ટંકારા જામનગર હાઇવે રોડ ઉપરથી એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે અન્ય ગાડીના ચાલકે તેનું વાહન રોંગ સાઈડમાં લઈ આવીને એસટી બસ સાથે વાહન અથડાવ્યું હતું જેથી બસમાં નુકસાની કરી હતી અને આવી જ રીતે હળવદના ટીકરમાં બોલેરો ગાડીના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો. અને બે વ્યક્તિને સારવારમાં ખસેડાયા હતા આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે…જાણવા મળતી માહિતી મુજબ જામનગરમાં આવેલ મંગલધામ સોસાયટી મારું કંસારા હોલની પાછળની શેરીમાં રહેતા સહદેવસિંહ ધનશ્યામસિંહ જેઠવા (37)એ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગાડી નંબર જીજે 13 એએક્સ 2319 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીએ પોતાના વાળી ગાડી રોંગ સાઈડમાં ચલાવીને ફરિયાદીની હવાલા વાળી એસટી બસ નંબર જીજે 18 ઝેડ 6754 ખાલી સાઈડમાં અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો જેમાં એસટી બસમાં નુકસાન થયેલ છે અને આરોપીને પગમાં ઈજા થયેલ હતી આ બનાવ સંદર્ભે એસટી બસના ડ્રાઇવરે નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેવળીયા ગામે જુગાર રમતા પાંચ પકડાયાટંકારા તાલુકાના દેવળીયા ગામની સીમમાં રમણિકભાઈ બેચરભાઈ ઘોડાસરાની વાડીની બાજુમાં આવેલ ખરાબામાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડતા આરોપી (૦૧) વિજયભાઇ સવશીભાઇ રાઠોડ (૦૨) કમલેશભાઇ વીરજીભાઇ ગરસોંદીયા (૦૩) મગનભાઇ વાલજીભાઇ નારીયાણા (૦૪) ભાવેશભાઇ મનસુખભાઇ રાજપરા અને (૫) રમેશભાઇ વાઘજીભાઇ સીણોજીયા તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા ૫૧,૨૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!