કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પલાંસના બે શખ્સો સામે માર માર્યાની ફરિયાદ

રીક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે માથાકૂટ

વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ મૂળ ચોટીલામાં આવેલ ઘાંચીવાડાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગરમાં રહેતા ભીખાભાઈ નાજાભાઈ ચૌહાણ (52)એ હાલમાં કાળુ પરબતભાઈ ભરવાડ અને ભુરા પરબતભાઈ ભરવાડ રહે. બંને પલાસ તાલુકો વાંકાનેર વાળા સામે મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છેકે,

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામ નજીક પેટ્રોલપંપની સામેથી તે પોતાની રિક્ષામાં સરતાનપર ચોકડી પાસેથી પેસેન્જરને બેસાડીને પસાર થઈ રહ્યા હતા દરમિયાન આરોપીઓએ ફરિયાદીને કહ્યું હતું કે “અમે ક્યારૂના પેસેન્જર વારામાં રીક્ષાયુ લઈને બેઠા છી અને તમે કેમ આડેથી અમારા વારા પેસેન્જર ભરીને જતા રહો છો” ત્યારે ફરિયાદીએ કસું હતું કે “મેં રીક્ષા સ્ટેન્ડથી આઘેથી પેસેન્જરને ભરેલા છે, તેમાં તમને શું વાંધો છે” તેવું કહેતા આરોપીઓએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા ત્યારબાદ ફરિયાદીને શરીરે, માથામાં અને છાતીના ભાગે આડેધડ માર્યો હતો ત્યારે આરોપીઓએ તેના હાથમાં પહેરેલ ધાતુના કળા જેવી વસ્તુનો હથિયારની જેમ ઉપયોગ કરીને તે કડુ ફરિયાદીના માથામાં મારતા તેનું માથું ફાટી ગયું હતું જેથી ઈજા પામેલા આધેડને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેમણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!