વાંકાનેર: આરોગ્યનગરમાં રહેતા ગિરિરાજસિંહ નામના શખ્સે ઉંચા અવાજમા રાડો પાડતા અને ફરીયાદી નાઈટ સ્વીફટ કરી ઘરે સુતા હોય જેથી તેની ઉંઘમાં ખલેલ પહોચતા રાડો પાડવાની ના પાડતા પાંચ શખ્સોએ હુમલો કર્યાની અને એક શખ્સે તો તમંચા જેવા હથિયારના લાકડાનો હાથો માર્યાની ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની જાણવા મળેલ માહિતી મુજબ ગીરીરાજસિંહ નવલસિંહ ઝાલા જાતે દરબાર (ઉ.વ. ૪૦) ધંધો સીક્યુરિટીમેન રહે, વાંકાનેર આરોગ્યનગર શેરી નં ૨ નો ખુણો, ગાયત્રીમંદીર રોડ વાળાના ઘર પાસે શેરીમા સિમેન્ટનો રોડ બનાવવાનું કામ ચાલુ હોય ત્યાં કામ કરતા મજુરોને જોરજોરથી રાડો નહીં પાડવા સમજાવતા બોલાચાલી થતા હાજર સાહેદોએ આ કામના ફરીયાદી તથા આરોપીને ઝઘડો નહીં કરવા સમજાવી ઘરે મોકલેલ
જેનો ખાર રાખી પાછળથી યોગેન્દ્રસિંહ લગધીરસિંહ ઝાલા રહે. આરોગ્યનગર ગાયત્રીમંદીર રોડ વાળા શેરીમાં ઘરની બહાર નિકળી યોગેન્દ્રસિંહને જોરજોરથી રાડો ન પાડવા કહેતા તેણે ‘મને તું કોને કહે છે?’ તેમ પુછતા મેં તેને ‘તને કહુ છું’ તેમ કહેલ અને ત્યાં શેરીમાં નિવૃત શિક્ષક જયેન્દ્રસિંહ જાડેજા તથા ભગીરથભાઇ દવે ઉભા હતાં અને જાડેજા સાહેબે સમજાવતા હું ઘરમાં જતો રહેલ.
થોડીવાર બાદ મારા ઘરના ફળીયામાં યોગેન્દ્રસિંહ તથા નરવીરસિંહ તેની સાથેના માણસો સાથે આવીને યોગેન્દ્રસિંહ મારા ફળીયામાં ઉંચા અવાજે ‘ક્યાં ગયો? બહાર નિકળ’ તેમ બોલી તેઓ ગાળો બોલતા ફરિયાદી ઘરમાંથી રૂમમાંથી ઓસરીમાં જતાં નરવીરસિંહ લગધીરસિંહ ઝાલા રહે. આરોગ્યનગર ગાયત્રી મંદીર રોડ વાળાએ ઓસરીમાંથી હાથ પકડી ફળીયામાં ખેંચી ગયેલ અને
ફળીયામાં તેની સાથે રહેલ હકુભા અભેસિંહ જાડેજા રહે. વાંકાનેર વાળાનો દીકરાએ લોખંડનો પાઇપ જમણા પગે મારી લીધેલ. અને નરવીરસિંહે તમંચા જેવું હથિયાર હતું જેને લાકડાનો હાથો હતો, તેવુ ફરિયાદીને દેખાયેલ અને તે હથીયાર નરવીરસિંહે છાતીના ભાગે મારેલ, અને
બાબલી ચંદ્રસિંહ જાડેજા રહે વાંકાનેર રાજકોટ રોડ પેટ્રોલપંપ પાછળ વાળાએ તેના હાથમાં રહેલ લાકડાનો ધોકો મને ડાબા પગે સાથળના ભાગે મારેલ અને પ્રહલાદસિંહ ઉર્ફે રાજભા ખુમાનસિંહ ઝાલા રહે વાંકાનેર ભરવાડપરા હનુમાનજીના મંદીર સામે વાળાએ તેના હાથમાં રહેલ લોખંડનો પાઈપ ડાબા સાથળના ભાગે મારેલ અને હકુભા અભેસિંહ જાડેજાના દીકરાએ તેના નેફામાંથી છરી કાઢેલ
પરંતુ મારેલ ન હતી અને યોગેન્દ્રસિંહ લગધીરસિંહ ઝાલા રહે. વાંકાનેર આરોગ્યનગર ગાયત્રી મંદીર રોડ વાળાએ હકુભા અભેસિંહ જાડેજાના દીકરાના હાથમાંથી લોખંડનો પાઇપ લઈ માથાના ભાગે મારેલ. બાદમાં ફરિયાદી બેભાન થઈ ગયેલ. વાંકાનેર સરકારી હોસ્પીટલ અને
ત્યાંથી રાજકોટ સરકારી હોસ્પીટલ સારવારમાં ફરિયાદીના સંબંધી રઘુરાજસિંહ જીતુભા ઝાલા આરોગ્યનગર વાળા હાજર હતા અને તેમણે ફરિયાદીના બનેવી ગીરીરાજસિંહ ભરતસિંહ જાડેજા રહે.રાજકોટ વાળાને જાણ કરતા સારવારમાં આવેલ હતા. પોલીસ ખાતાએ આઈ.પી.સી.કલમ-૩૨૫, ૩૨૪,૩૨૩,૫૦૪,૪૪૭, ૧૪૩, ૧૪૭, ૧૪૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩પ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે.