વાંકાનેર: અહીંના વેપારી ઉપર ધ્રોલમાં કાપડની દુકાન ચલાવતા એક વેપારીએ ખરીદી બાબતે હુમલો કરવાની ફરિયાદ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે, ધ્રોલમાં રહેતા કાપડની દુકાન ચલાવતા અફઝલભાઈ રજાકભાઈ વિરાણી નામના ૪૨ વર્ષના વેપારીએ પોતાના ઉપર લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે વાંકાનેરના કાપડના વેપારી સાહુ ઉર્ફે સુલતાન નામના શખ્સ અને તેના પાંચ સાગ્રીતો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારી અગાઉ આરોપી સુલતાન પાસે કાપડની ખરીદી કરતા હતા, પરંતુ હમણાં કાપડ લેવાની ના પાડતાં આરોપી વેપારી ઉશ્કેરાયો હતો અને ધ્રોળમાં આવ્યા પછી પોતાના પાંચ સાગરીતોની મદદથી વેપારી પર લાકડી વડે હુમલો કરી દીધો હતો. જેથી મામલો ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જેઓને ધ્રોલ પોલીસ શોધી રહી છે.