કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ભાટીયા સોસાયટીના દંપતી પર હુમલાની ફરિયાદ

ભાટીયા સોસાયટીના દંપતી પર હુમલાની ફરિયાદ

વાંકાનેર: ભાટીયા સોસાયટીના એક મહિલા ફરીયાદીએ ચાર શખ્સો સામે હુમલો કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરી છે….

જાણવા મળ્યા મુજબ ભાટીયા સોસાયટીના ફરીયાદી સઈદાબેન સલીમભાઈ લોલાડીયા (ઉ.વ. ૫૬)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી (૧). શરીફભાઈ હનીફભાઈ પાયક, (૨). શરીફભાઈનો સાળો અદનાન, (૩). ચંદ્રપુરનો ખાટકી

તથા (૪) એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી રાત્રીના અચાનક ફરીયાદીના ઘરે આવી ફરીયાદી તથા તેના પતિ સલીમભાઈ પર હુમલો કરી બંને દંપતિને માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી આ મામલે સીટી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!