ગાયોની ગાડીઓની માહિતી આપવા બાબતે બબાલ
વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા બે શખ્સોએ ચંદ્રપુર અલંકાર હોટેલની પાછળ રહેતા સરણીયાના ઘરે જઈ ગાયોની ગાડીઓની માહિતી આપવા બાબતે લોખંડના પાઇપથી માર માર્યાની ફરિયાદ થઇ છે…

જાણવા મળ્યા મુજબ ચંદ્રપુર અલંકાર હોટેલની પાછળ રહેતા જયેશભાઇ માનાભાઈ સિંધવ જાતે. સરાણીયા (ઉ.વ.૪૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા: ૦૫/૧૨/૨૦૨૫ ના સાંજના મારા ભત્રીજા સોહિલનો ફોન આવેલ કે મારા પિતા રામાભાઈ માનાભાઈ સિંધવ મજુરીકામ કરી ઘરે આવેલ હતા ત્યારે ફિરદોશ મુનાફભાઇ ખલીફા તથા તેનો ભાઇ ફૈઝલ મુનાફભાઇ ખલીફા રહે. ચંદ્રપુર વાળા પોતાના હાથમા પાઇપ લઈને અમારા ઘરે આવેલ અને કહેવા લાગેલ કે ‘તું કેમ મારી ગાયોની ગાડીઓની માહિતીઓ આપે છે?’ 

મારા પિતાએ જવાબમાં કહેલ કે ‘હું મજુરીકામ કરૂ છું, શું કામ તમારી માહિતી આપુ?’ પછી ગાળો દેવાની ના પાડતા ફિરદોશ તથા ફૈઝલ લોખંડના પાઈપ વડે મારા પિતાને ઘા મારવા લાગેલ, આજુબાજુમાં માણસો ભેગા થવા લાગતા તે ભાગવા લાગેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહેલ
હું ત્યાં ગયેલ અને મારા ભાઇ રામાભાઇને શરીરે ઇજા થયેલ હોય જેથી એમ્બુલન્સમાં મારા ભત્રીજ સોહિલ સાથે વાંકાનેર સરકારી હોસ્પીટલ લઈ ગયેલ જ્યાં ફરજ પરના ડોક્ટર સાહેબે જણાવેલ કે રામાભાઇને ડાબા હાથના કોણીથી થોડે ઉપર ફેક્ચર અને ડાબા પગમા મુંઢ ઇજા થયેલ છે વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ રામાભાઇને તેના પત્નિ લાભુબેન રાજકોટ લઈ ગયેલ છે

પોલીસ ખાતાએ (1) ફિરદોશ મુનાફભાઈ ખલીફા અને (2) ફૈઝલ મુનાફભાઇ ખલીફા રહે. બંને ચંદ્રપુર વાળા સામે ગુન્હો બી.એન,એસ, કલમ-૧૧૭(૨), ૧૧૫(૨), ૩૫૧(૨), ૩૫૨,૫૪ તથા જી.પી, એકટ કલમ-૧૩૫ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
