ગુજરાત અક્સા ફર્ટીલાઇઝર કુ. ના પાર્ટનર બાદી મોહમદસલીમની ફરિયાદે કાર્યવાહી
વાંકાનેર: નામદાર પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટ વાંકાનેરમાં ફોજદારી કેસ ધી નેગોયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબની ફરીયાદ થયેલ હોય જેમાં આરોપીને હાજર થવા ફરમાનની બજવણી થયેલ હોવા છતાં આરોપી નામદાર કોર્ટના નિર્દેશ કરેલ સ્થળ તથા સમયે હાજર નહી થઈ નામદાર કોર્ટના હુકમની અવગણના કરવાનો ગુન્હો નોંધાયો છે….
જાણવા મળ્યા મુજબ પ્રિન્સિપાલ સીનીય૨ સીવીલ કોર્ટ વાંકાનેર ખાતે બેન્ચ ક્લાર્ક ગ્રેડ-ર તરીકે નોકરી કરતા જયદેવસિંહ બચુભા ઝાલા (ઉ.વ.૪૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે અત્રેની કોર્ટમાં ફો.કે. નંબર ૧૦૧૬/૨૦૧૯ ની નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ વાળા કેશ ગુજરાત અક્સા ફર્ટીલાઇઝર કુ. ના પાર્ટનર 
બાદી મોહમદસલીમ હાજીભાઈ રહે. ઓફીસ ગોલ્ડન પોઇન્ટ નેશનલ હાઇવે વાંકાનેર વાળાએ આરોપી ગુજરાત સીડ્સ એન્ડ ફર્ટીલાઇઝરના જવાબદાર વ્યક્તિ નરેશકુમાર ધુલાબભાઇ પટેલ રહે. રણછોડપુરા ચોકડી, અગલોડ રોડ મુ. દેવપુરા તા. વીજાપુર જી. મહેસાણા વાળા સામે ફરીયાદ કરેલ, જે ફરીયાદના 
આંક-૧ લગત નામદાર કોર્ટ દ્વારા હુકમ કરેલ; જે અન્વયે અમોને ફરીયાદ દાખલ કરવા અધિક્રૂત કરેલ હોય અત્રેની કોર્ટમાંથી જે જાહેરનામુ બહાર પાડી નામદાર કોર્ટમા હાજર થવા માટે ફરમાવવામા આવેલ. આ કામના આરોપીને સી.આર.પી.સી. કલમ ૮૨ મુજબનુ ફોર્મ નંબર -૪ તા.૨૩/૦૧/૨૦૨૫ વાળા જાહેરનામાની ધારાસર બજવણી થયેલ છે, આમ છતાં અત્રેની કોર્ટમા મુદત સમયે હાજર નહી રહી કોર્ટના હુકમનો અનાદર કરેલ છે અને 
આ કામના આરોપીએ ઈ.પી.કો. કલમ ૧૭૪ ૧૭૪એ મુજબનો પ્રથમ સ્ટીએ ગુન્હો કરેલ હોય આરોપી વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહીતા અધિનિયમ ૨૦૨૩ ની કલમ ૨૦૯ મુજબ મારી ધોરણસર થવા ફરીયાદ છે પોલીસખાતાએ આરોપી સામે ગુન્હો ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ-૨૦૨૩ ની કલમ ૨૦૯ મુજબ ધોરણસર ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

