બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ
રાજકોટ: શહેરમાં દૂષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. એક તેર વર્ષની બાળાન રાજકોટના કુવાડવા નજીકના સણોસરા ગામના શખ્સે

ભગાડી દૂષ્કર્મ આચરી લેતાં અને આ શખ્સને તેના મિત્રએ સગીરાને ભગાડવામાં મદદ કરતાં બંને વિરૂધ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને દબોચી લીધો છે.
આ બનાવમાં પોલીસે ભોગ બનનાર તેર વર્ષની બાળાના વાલીની ફરિયાદ પરથી સણોસરાના બાબાફરીદ ઉર્ફ ભાઇજાન હસમતઅલી નાનાણી અને
તેના મિત્ર વિરૂધ્ધ આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૩), ૧૧૪, પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદીએ એફઆઇઆરમાં જણાવ્યું હતું કે તેની દિકરી ભણતી હોઇ
સ્કૂલે જતી હતી ત્યારે બાબાફરીદ ઉર્ફ ભાઇજાને તેણીનો સંપર્ક કરી મિત્રતા કેળવી હતી અને લગ્નની લાલચ આપી હતી. દરમિયાન ગઇકાલે ૨૫ મીએ દિકરી

ઘરે પરત નહીં આવતા તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઇ પતો નહિ લાગતા પોલીસની મદદ લીધી હતી. દરમિયાન આરોપી બાબુ જ દીકરીને લલચાવી

ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી ઉઠાઈ ગયાનું જાણવા મળતા પોલીસે તેને ઝડપી પાડયો હતો. બાળાની પુછપરછ થતાં તેણીએ પોતાની સાથે

બાબાફરીદે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવતા પીઆઈ ડી.એમ. હરિપરા સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવાની કાર્યવાહી કરી હતી.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો



