કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કલાસીસ માટે એનરોલમેન્ટ ન થતા છેતરપિંડીની ફરિયાદ

કલાસીસ માટે એનરોલમેન્ટ ન થતા છેતરપિંડીની ફરિયાદ

દીકરીને માસ્ટર કોર્ષ કરાવવા રૂ. 11 હજારની ફી ભરી હતી

વાંકાનેર : મોરબીના યુવકે પોતાની દીકરીને ઓનલાઈન અભ્યાસ માટે ડાઉનલોડ કરેલી એપ્લિકેશનમા માસ્ટર કોર્ષ કરવા માટે ઓનલાઈન મળેલી લિન્કમાં રૂ. 11 હજારનું પેમેન્ટ કરવા છતાં કલાસીસ માટે એનરોલમેન્ટ ન થતા છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા બનાવ મામલે બે વર્ષ બાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળ્યા મુજબ મોરબી શહેરના રવાપર ગામે ઘુનડા રોડ પર રહેતા વિપુલભાઈ પ્રહલાદરાય ગોળ (ઉ.45) નામના યુવકે આઠમા ધોરણમાં અભ્યાસ કરતી પોતાની દીકરીનું અભ્યાસ સ્તર સુધારવા માટે પીજીન એજ્યુકેશન ટેકનોલોજી કંપનીની ઓડા કલાસ નામની એપ્લિકેશન ડાઉન લોડ કરી રૂ.49 ભરી બે વખત કોર્ષ કરાવ્યા હતા, વર્ષ 2024મા માસ્ટર કોર્ષ કરવા માટે

રૂ. 11 હજારની ફી ભરી દેવા છતાં ઓડા ઓનલાઈન કોર્ષમાં એનરોલમેન્ટ ન મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા અંતે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ઓડા એપ્લિકેશન અને પીજન એજ્યુકેશન ટેકનોલોજીના સંચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે આઈટી એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!