કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર પીજીવીસીએલ સામે ઘોર બેદરકારીની ફરિયાદ

મોટા ભોજપરાના ખેડૂતોને વળતર કેમ નહીં?

ચંદ્રપુરના નાળા પાસે ટી.સી.એ જાણે ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો
પાવર વધઘટે વીજ ઉપકરણો સળગે તો કોની જવાબદારી?

વાંકાનેર: પીજીવીસીએલ વિભાગે ચોમાસા પહેલા મેન્ટેનેન્સની કામગીરી કરવાની હોય છે, પરંતુ સ્થાનિક પીજીવીસીએલનું તંત્ર આ બાબતે ઉદાસીનતા દાખવતા ચોમાસામાં વારંવાર લાઈટ ડૂલના ધાંધિયા લોકોએ સહન કરવા પડે છે

વાંકાનેર હાઇવે ચંદ્રપુર રોડ પર આવેલ નોબેલ ગેસ્ટ હાઉસ અને તાજ હોટલના બિલ્ડીંગના પાછળના ભાગમાં ચંદ્રપુરના નાળા પાસે ટી.સી.એ જાણે ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો ચોમાસુ વીત્યા પછી પણ જોવા મળી રહ્યા છે, પીજીવીસીએલની આ ઘોર બેદરકારીથી શોટ સર્કિટ થાય અને લોકોને કે લોકોની મિલ્કતને નુકશાન થાય તો કોની જવાબદારી ગણાશે?

ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકાના મોટા ભોજપરાના ખેડૂતોના બે-ક વર્ષ પહેલા ખેડૂતોના વાડા સળગ્યા હતા, જેનાથી થયેલા નુકશાનનું વળતર પીજીવીસીએલ તરફથી ચુકવવામાં હાથ અધર કરી દીધાના સમાચાર છે, તંત્રે એવું બહાનું કાઢ્યું કે વાડા ખરાબામાં છે, સવાલ માલિકીનો નહીં, નુકશાનીનો છે, માનો કે રોડ પર આવી કોઈ ઘટના બને અને કહે કે રોડ તમારી માલિકોનો નથી, આ કેમ ચાલે? આતો અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી વાત ગણાય, ભોજપરાના આ બનાવમાં સ્થાનિકોએ ફીડરમાં તણખા ઝરતા હોવાની ફરિયાદ પણ કરેલી, પીજીવીસીએલ ખાતાના માણસોના અધૂરા રીપેર પછી પણ ઘટના બનેલી, ભોગવવાનું તો ખેડૂતોના ભાગે જ આવ્યું ને? પાવર વધઘટે વીજ ઉપકરણો સળગે તો કોની જવાબદારી?
પીજીવીસીએલની આવી બેદરકારીથી લોકોને ભોગવવું પડે એ કેવો ન્યાય? એ પણ એક સવાલ છે, તંત્ર સતર્ક બની આવી ફરિયાદોનો ઉચિત ઉકેલ લાવે એ જરૂરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!