ભાટિયા સોસાયટીમાંથી ઈંગ્લીશ પકડાયો
વાંકાનેર: તાલુકાના જાલીડા ગામે ગ્રામપંચાયતના કામકાજ બાબતેનું મનદુ:ખ રાખી ગાડીમાં કાંઠલો પકડી પરાણે બેસાડી અપહરણ કરી વાંકાનેર તથા જાલીડા ગામના પાટીયા પાસે લઇ જઈ ‘તમે ઢેઢાઓ અમે કહીએ ત્યાં સહીઓ કરી આપવાની’ તેમ કહી જાતી પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ બન્યાની પોલીસ ફરિયાદ થઇ છે….
પોલીસ ખાતામાં લખાયેલ ફરિયાદ મુજબ તા.૧૬/૦૨/૨૦૨૪ ના ફરિયાદી ગોપાલભાઈ સામતભાઈ ચૌહાણ કે જે જાલીડાના સરપંચ છે, પોતે બપોરના પોતાના ભાઈ સુરેશભાઈને કારખાને વાંકાનેર હતા, જ્યા પંચાયતની બોડીના સભ્ય જગાભાઈ ઉર્ફે જગદીસભાઈ ખીમજીભાઈ લોહ (રબારી) રહે.જાલીડાવાળા પોતાની વટારા કાર લઈને આવેલા અને ‘પંચાયતમા સહીઓ કરવાની છે’, તેમ કહી તેમની સાથે લઈ ગયેલા અને ગાડીમા મને જણાવેલ કે હુ કહુ ત્યા તારે સહીઓ કરવી પડશે, તેવી ધમકીઓ આપેલી….
જાલીડા પંચાયત પહોંચી મંત્રીશ્રી મહેશભાઈની હાજરીમાં સહીઓ કરેલ. પછી ફરીયાદીના ઘરે આરોપી આવેલ અને બળજબરીથી કાઠલો પકડી પોતાની ગાડીમા બેસાડી વાંકાનેર ગામના પેટ્રોલપંપ પાછળ આવેલ સુરેશભાઈના કારખાના પાસે ઉતારેલ અને મારા ભાઈ ભુપતભાઈ પાછળ પાછળ આવતા ફરીથી તે જ ગાડીમા આ જગાભાઈએ બેસાડી વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે લઇ ગયેલા. બાદમા આ જગાભાઈએ મને જાલીડા ગામના પાટીયા પાસે મુકી ગયેલ અને ત્યારે પણ કીધેલ કે ‘તમે ઢેઢાઓ અમે કહીએ ત્યાં સહીઓ કરી આપવાની’ તેમ કહી મને જાતિ પ્રત્યે હડધુત કરેલ અને ‘આ વાતની કોઈને પણ જાણ કરીશ તો તને અને તારા ભાઈ ભુપતને જીવતા નહીં રહેવા દઈએ’…
બાદમા બીજા દિવસે એટલે કે તા ૧૭ /૦૨/૨૦૨૪ ના સવારે આશરે નવેક વાગ્યાના સુમારે મારા ભાઈ સુરેશભાઈ સામતભાઈ ચૌહાણ આવેલા અને મને કહેલ કે ‘તમે જો આ જગાભાઈ ઉર્ફે જગદીસભાઇના વિરુધ્ધમા કાઈ પોલીસ ફરીયાદ કરસો તો હુ ઝેરી દવા પી જઇસ’ તેવુ કહી મારી માં હિરાબેન તથા મારી પત્ની-રાણીબેનને ભુંડી ગાળો આપી ઢીકા પાટુનો માર મારેલ અને અમને કીધેલ કે ‘હુ તથા આ જગાભાઈને જ સરપંચપણું કરવાનુ છે અને અમે કહીએ ત્યા સહીઓ કરી દેવાની જો આવુ નહીં કરો તો હુ ઝેરી દવા પી જઈસ’. આ વખતે અમારા ગામના કાળાભાઈ મેરાભાઈ લોહ તથા કાનજીભાઈ દેવજીભાઈ ગોગીયા તથા બીજા માણસો ભેગા થઈ ગયેલ. ફરિયાદીના બાને વાંકાનેર ઓમ દવાખાને સારવાર માટે લઇ ગયેલ હતા…
બીજી ફરિયાદ સુરેશભાઈ સામતભાઈ ચૌહાણ રહે. જાલીડા હાલ વાંકાનેર મન મંદિર બસસ્ટેંડ પાછળ કુલ ચાર આરપીઓ સામે કરેલ છે જેમાં લખાવેલ છે કે ફરિયાદીને એક દીકરો તથા બે દીકરીઓ છે. ગઈ તા.૧૭/૦૨/૨૦૨૩ ના રોજ સવારના ફરિયાદી, તેમના પત્ની હંસાબેન તથા દીકરી બંસી અમારા વતન જાલીડા ગામે અમારા કુળદેવી ચામુડ માં ના મઢે દર્શન કરવા ગયેલ, ત્યાં મારા ભાઈ ભુપતભાઈ પાસે અમારી બોલેરો ગાડી નં.GJ 11 TT ૬૨૮૭ રૂ. ૫૦૦ ના ભાડા પેટે લઇ ગયેલ, જેનો હીસાબ ભુપતભાઈ પાસે માગતા મને કહેલ કે ગાડીના પૈસા કે ગાડી પણ દેવી નથી, તેમ કહી મારી સાથે ગાળા-ગાળી કરી મને ઢીકાપાટુનો મુંઢ માર મારેલ ત્યારે ભુપતભાઈના પત્ની મીનાબેન, મારાભાઈ ગોપાલ, તેના પત્ની રાણીબેન પણ ત્યાં હાજર હોય આ બધા સાથે મળી અમારી સાથે ઝપાઝપી કરેલ દીકરી બંસીબેનને રાણીબેને જાનથી મારી નાખવાની ધમકી આપેલ…
ભાટિયા સોસાયટીમાંથી ઈંગ્લીશ પકડાયો
આ બનાવની મળેલ વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર નજીક આવેલ ભાટિયા સોસાયટીમાં પૃથ્વીરાજસિંહ ઉર્ફે ચેતન નથુભા જાડેજાના રહેણાંક મકાનમાં દરોડો પાડી તલાશી લેતા મકાનના ફળિયામાં આવેલ પાણીની કુંડીમાંથી અલગ અલગ બ્રાન્ડની ત્રણ બોટલ વિદેશી દારૂની (કિંમત રૂ. 1300) મળી આવી હતી, જેમાં દરોડા દરમ્યાન આરોપી પૃથ્વીરાજસિંહ ઉર્ફે ચેતન નથુભા જાડેજા સ્થળ પર હાજર નહીં મળી આવતાં તેને ફરાર દર્શાવી પોલીસે આરોપી સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
ટ્રાફિક નિયમના ભંગ:
(1) નવાપરાના ગોપાલ નકાભાઇ મકવાણા અને (2) સરધારકાના કમા અરજણભાઈ ટોળીયા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી છે.
પીધેલ: આરોગ્યનગર ભારત ઓઇલ મિલ પાછળ શેરી નં 3 માં રહેતા રવિ ઉર્ફે બગો જગદીશભાઈ શંખેસરીયા પીધેલ પકડાયા છે.