વાંકાનેર: પરશુરામ પોટરી પાસે, રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા એક શખ્સે પોતાની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી લઈ ગયાની ફરિયાદ કરેલ છે…. જાણવા મળ્યા મુજબ શખ્સે ફરીયાદ કરેલ છે કે અભ્યાસ કરતી પોતાની દિકરી ઉ.વ. ૧૭ વર્ષ ૦૨ માસ ૨૬ દિવસ વાળી તા.૦૫/૦૨/૨૦૨૫ ના રાત્રીના ઘરે હાજર નહીં જોતા આજુબાજુમાં તપાસ કરતા મળી આવેલ નહી જેથી સગા સબંધીમાં જાણ કરી રોડ રસ્તા ઉપર આવેલ
સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરવા જતા તેમાથી રેલ્વે સ્ટેશન પાસે આવેલ હોસ્પીટલ પાસે દિકરીને કોઇ સફેદ કલરની સ્વીફટ કારમાં બેસાડતા હોવાનુ જાણવા મળેલ જે સ્વીફટ કારના સ્પષ્ટ નંબર જણાયેલ નહી. બાદમાં ફરિયાદીને યાદ આવેલ કે આજથી બે મહિના પહેલા દિકરી જે
મોબાઇલ ફોન વાપરતી હતી તેમા એક ચોક્કસ મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલ છોકરીને આ મોબાઇલ નંબરવાળાનુ નામ પુછતા જાણવા મળેલ કે, તેનુ નામ કુંદન કનુજીભાઈ ઠાકોર રહે. બહુચરાજી જી-મહેસાણા વાળો હતો. આથી છોકરા ઉપર શંકા વ્હેમ જતા ફોન
કરતા તે મોબાઇલ સ્વીચઓફ આવતો હોય તેમજ બહુચરાજી ખાતે આ છોકરાના રહેણાંક મકાને તપાસ કરાવતા આ છોકરો બે -ત્રણ દિવસથી ઘરે આવેલ નહી હોવાનુ જાણવા મળેલ છે જેથી ફરિયાદીને આ છોકરો સગીર દિકરીને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી લઇ ગયેલ હોવાની પુરેપુરી શંકા છે. પોલીસ ખાતાએ ધોરણસર ફરીયાદ નોંધી છે…