એસ.બી.ફાઇનાન્સના સંચાલક સામે ખોટી જુબાની આપવાનો ગુન્હો દાખલ
વાંકાનેર: અહીંની એડી.ચીફ જયુડીશ્યલ કોર્ટના ફોજદારી કેસમાં ફરીયાદીએ આરોપીને કાયદેસરની લેણીની રકમ ન હોવા છતા લેણીની ૨કમના જામીનગીરી પેટે આપેલ ચેકનો દુરઉપયોગ કરી ખોટી ફરીયાદ કરેલ હોય અને ચેકનો દુરઉપયોગ કરી ખોટા પુરાવા ઉભા કરી તેને ન્યાયીક પ્રક્રિયામાં ખરા તરીકે રજુ કરી તેમજ ફોજદારી કેસના આરોપી પાસેથી લેણીની રકમ ન હોવા છતા તેના સમર્થનમાં ખોટી હકીકતો જણાવી ખોટુ ડીકલેરેશન કરી ખોટી જુબાની આપવાનો ગુન્હો દાખલ થયેલ છે….
જાણવા મળ્યા મુજબ રજીસ્ટ્રર, પ્રિન્સીપાલ સીનીયર સીવીલ કોર્ટ વાંકાનેરમાં રજીસ્ટ્રર તરીકે નોકરી કરતા જયપ્રકાશ છગનભાઇ સાંગાણી (ઉ.વ. ૫૦ રહે)એ ફરીયાદ કરી છે કે, વાંકાનેરના એડી. ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રર કોર્ટના ફોજદારી કેસ નં. ૧૪૮૬/૨૦૨૪ ના કામે આંક – ૨૭ નીચે થયેલ હુકમ મુજબ આ કામના ફરીયાદી એચ.બી.ફાઈનાન્સના સંચાલક સોયબભાઇ અલીમહમદભાઇ બ્લોચ નાણા ધીરધારના દરજ્જે આરોપીને ધીરાણ કરેલ રકમ વસુલ મેળવવા ધ નેગો. ઇન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ અને ૧૪૨ અન્વએની ફરીયાદ કરેલ છે, તેમજ ફરીયાદીના મૌખીક પુરાવામાં આ કામના આરોપીને રૂ. ૮૯,૯૮૦/- ચુકવેલ હોવાનુ જણાવેલ છે. ફરીયાદીની ઉલટ તપાસમાં આરોપીને ધીરેલ રકમનો પુરાવો રજુ કરવાનું જણાવતા આ કામના ફારીયાદીએ એ આં;૨૩ તથા આંક ;૨૪ થી નમુના -૧૧ નુ ફોર્મ રજુ કરેલ છે. ફરીયાદીએ ધીરેલ રકમ જોતા આં;૨૩ તથા આંક ;૨૪ બંને માં ૧૯,૯૯૦/- રકમ જણાવેલ છે. જે બંને ફોર્મની તારીખ જોતા ૧૨/૦૧/૨૦૨૪ તથા તા. ૨૦/૦૧/૨૦૨૪ છે. જેથી ફરીયાદીએ પોતાની ફરીયાદ તથા મૌખીક પુરાવામાં જે રૂ. ૮૯,૯૮૦/- ચુકવેલ હોવાનું જણાવેલ છે, તેવી રકમ ફોર્મ નં. ૧૧ માં જણાવેલ નથી.
વધુમાં આં;૨૩૭:૨૩ના ફોર્મ નં. ૧૧ માં જામીનગીરી પેટે ચેક નં.૫૭૦૨૬૨ નો જણાવેલ છે. તેમજ આંક :૨૪ ના ફોર્મ નં.૧૧ માં જામીનગીરી પેટે ચેક નં.૬૨૭૫૬૭ નો જાણાવેલ છે. જેથી આ કામના ફરીયાદીએ આરોપીને જે રકમ ધીરાણ કરેલ છે. તેની જામીનગીરી પેટે ચેક લીધેલ છે. જે પૈકી આંક ; ૨૪;૨૪ના ફોર્મ નં. ૧૧ માં જાણાવેલ જામીનગીરી પેટેના ચેક હાલની ફરીયાદ વાળો ચેક છે . જેથી આ કામના ફારીયાદીએ આંક ;૨૪,૨૪માં જે ઉછીની રકમ આપેલ હોવાનું જાણાવેલ છે. તેનાથી વધારે રકમ મેળવવા હાલની ફરીયાદ કરેલ છે.
વધુમાં ફરીયાદીની ઉલટ તપાસમાં આરોપી પ્રથમ વખત રૂ. ૫૦,૦૦૦/- ઉછીના રોકડા લઇ ગયેલા અને ત્યારબાર રૂ. ૧૯,૯૮૦/- લઇ ગયેલાનુ જાણાવેલ છે. તેવી કોઇ હકીકત ફરીયાદમાં જણાવેલ નથી. ફરીયાદની ઉલટ તપાસમાં ફોર્મ નં. ૧૧ મુજબની રકમ ચેકમાં ભરી જમા કરાવેલ નથી, તેવું પણ સ્વીકાર કરેલ છે. જેથી આ કામના ફરીયાદીને આરોપી પાસેથી ચેક મુજબ રૂ. ૮૯,૯૮૦/- કાયદેસરની લેણી રકમ ન હોવા છતા આરોપીએ રૂ. ૧૯,૯૯૦/-તા.૨૦/૦૧/૨૦૨૪ ના રોજ લીધેલ ઉછીના રકમ પેટે જામીનગીરી પેટે આપેલ ચેકનો દુરઉપયોગ કરી હાલની ખોટી ફરીયાદ કરેલ હોવાનું જણાઈ આવે છે. આ કામના ફરીયાદીને આરોપી પાસે કાયદેસરનું લેણુ ન હોવા છતા ધીરાણ કરેલ નથી તેવી રકમ અરોપીના જામીનગીરી પેટેના ચેકમાં વધુ રકમ ભરી હાલની ખોટી ફરીયાદ કરેલ છે, તેમજ આરોપીની જામીનગીરીના ચેકમાં કાયદેસરની લેણી રકમ કરતા વધારે રકમ ભરી ખોટા પુરાવો ઉભો કરેલ છે, તેમજ ખોટા પુરાવો હોવાનું જાણવા છતા તેનો ખરા તરીકે ઉપયોગ કરી ન્યાયીક કાર્યવાદીમાં રજુ કરેલ છે, તેમજ લેણી રકમ ન હોવા છતા તેના સમર્થનમાં ખોટી હકીકતો જણાવી ખોટું ડેકલેરેશન કરી ખોટી જુબાની આપેલ હોવાનું જણાય આવેલ છે.
જેથી, ઉપરોકત હકિકત મુજબ ફોજદારી કેસ નં. ૧૪૮૬/૨૦૨૪ ના કામના ફરીયાદી એસ.બી.ફાઇનાન્સના સંચાલક સોયબભાઈ અલીમહમદભાઇ બ્લોચ રહે, મીલપ્લોટ વાંકાનેરનાઓ સામે ભારતીય ન્યાય સંહીતાની કલમ – ૨૨૭, ૨૨૮,૨૩૩, ૨૩૫, ૨૩૬ અને ૨૩૭ મુજબ પોલીસ ફરીયાદ નોંધવા અમારી ફરીયાદ છે…
