ખોટી સહીઓ કરી પેઢી ઉભી કર્યાનો સીરામીક માલિક સામે આક્ષેપ
કુલ રૂ.-૩,૫૮,૪૬,૩૪૦/- નો વ્યવહાર થયેલ હતો
વાંકાનેર: અહીંની ચંદ્રપુર શાખાની એક્સીસ બેંકમાં એકાઉન્ટ ખોલવામાં ડોક્યુમેન્ટનો ગેરઉપયોગ કરી ખોટી સહિઓ કરી પેઢી બનાવવાની ફરિયાદ થઇ છે….
જાણવા મળ્યા મુજબ નિકુંજભાઈ હીંમતલાલ જાવીયા (ઉં.વ.૩૫) રહે.-મોરબી મહેન્દ્રનગર ક્રાંતીજ્યોત પાર્ક સી-૨ ૬૦૨, તા.જી.મોરબી, મુળ રહે.-પાજોદ, તા.-માણાવદર, જી. જુનાગઢ વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે હું લાલપર શક્તિ ચેમ્બર્સ-૨ માં આવેલ એ.બી.સી. સીરામીક નામની પેઢીમાં નોકરી કરતો હતો સીરામીકનાં માલિક આમીનભાઈ શાહબુદ્દીનભાઈ રહેમાણી રહે .-રવાપર રોડ, મોરબી તથા અન્ય ભાગીદારો હતા, તે દરમ્યાન અમારા આ સીરામીકના માલીક અમિનભાઈને કોઈ સાથે ઝઘડો થયેલ હોય જેથી અજાણ્યા માણસોએ તેમની ઓફીસમાં તોડફોડ કરતા હું ત્યાથી જતો રહેલ અને ત્યારે સીરામીકની ઓફીસમાં મેં મારા ડોક્યુમેન્ટની ફાઇલ જેમાં મારો અસલ પાસપોર્ટ,
અસલ પાન કાર્ડ, રેશન કાર્ડની નકલ તથા મારો પાસપોર્ટ સાઈઝનો ફોટો રાખેલ હતી, બાદ મેં આ નોકરી છોડી દીધેલ અને એકાદ મહીના પછી મારે ગામડે સહકારી મંડળીમાં ખાતું ટ્રાન્સફર કરવા માટે મારા ડોક્યુમેન્ટની જરૂર પડતા મારા ડોક્યુમેન્ટ જે-તે સમયે આ આમીનભાઈની ઓફીસે રહી ગયેલ હોય તે લેવા માટે અમિનભાઈને ફોન કરતા વીસેક દિવસ બાદ મારા ડોક્યુમેન્ટ મને પરત આપેલ હતા ત્યારબાદ તા.૧૬/૦૩/૨૦૨૨ ના રોજ ઇન્કમટેક્ષ વિભાગ તરફથી અમોને શો-કોઝ નોટીસ આવેલ, જે નોટીસ અમોએ ચાર્ટર એકાઉન્ટર તથા મહેતાજી ધવલભાઈ દેત્રોજાને બતાવતા તેઓએ તપાસ કરી જણાવેલ કે મારા પાન કાર્ડ નંબર AMZPJ9385J ઉપર ‘ગોપાલ એજ’ નામની પેઢીનુ કરન્ટ એકાઉન્ટ એક્સીસ બેંક ચંદ્રપુર શાખા વાંકાનેરમાં ખોલવામાં આવેલ છે અને આ એકાઉન્ટમાં રૂ.-૧,૬૪,૬૮,૩૪૦/- રૂપીયા
રોકડા જમા કરવામાં આવેલ છે, તેમજ રૂ.-૧,૯૩,૭૮,૦૦૦/- રોકડા વિડ્રો પણ કરવામાં આવેલ છે અને આમ ફાઈનાન્સીયલ વર્ષ ૨૦૧૭-૨૦૧૮ ના ગાળામાં આ એકાઉન્ટ માંથી કુલ રૂ.-૩, ૫૮,૪૬,૩૪૦/- નો વ્યવહાર થયેલ છે અને તે અમોએ અમારા વર્ષ ૨૦૧૭-૨૦૧૮ ના રીટર્નમાં દેખાડેલ નથી તેવુ જણાવેલ હતુ જેથી અમોએ ઈ-મેઈલ દ્રારા ઈન્કમ ટેક્સ વિભાગને જાણ કરેલ કે વર્ષ ૨૦૧૭-૨૦૧૮ માં આ ઉપરોક્ત નોટીસમાં જણાવેલ નાણાકીય વ્યવહાર અમે કરેલ નથી ત્યાર બાદ ફરીવાર તા.૦૨/૦૫/૨૦૨૨ ના રોજ ઇન્કમટેક્ષ વિભાગ તરફથી આ ઉપરોક્ત વ્યવહારોની પેનલ્ટી સહીતની રકમ રૂ .-૫,૮૭,૦૫,૪૪૦/- નોટીસ આવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ હતી, 
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે એક્સીસ બેંકનાં મેનેજર તથા એજન્ટ હાજર હતા અને ત્યાં પોલીસ સ્ટેશન ખાતે મને એકસીસ બેંક ચંદ્રપુર શાખામાં એકાઉન્ટ નંબર ખાતુ ખોલવા માટે ભરેલ ફોર્મની નકલ દેખાડેલ હતી, જે ફોર્મમાં મારો ફોટો હતો પરતું ફોર્મમાં જે સહી હતી તે મારી ન હતી તથા આ ફોર્મ સાથે મારા પાસપોર્ટની ઝેરોક્ષ હતી તથા આ ફોર્મ સાથે ત્રાજપર ગ્રામ્ય પંચાયતનાં સરપંચે આપેલ અમિનભાઈ રહેમાણીના નામનો આપેલ દાખલો હતો, જે દાખલામાં આમીનભાઈ રહેમાણીના નામ ઉપર ચેકચાક કરી મારૂ નામ લખેલ હતુ. આમ આમીનભાઈએ ત્રાજપર ગ્રામ પંચાયતમાં ‘ગોપાલ એજ’ નામની પેઢી શરૂ કરેલ છે તેઓ દાખલો પોતાના નામનો કઢાવી તેમાં ચેકચાક કરી મારૂ નામ લખી તેમજ મારા ડોક્યુમેન્ટનો ગેર ઉપયોગ કરી મારી ખોટી સહિઓ કરી મારા નામે પેઢી બનાવી ચંદ્રપુર શાખાની એક્સીસ બેંકમાં એકાઉન્ટ નંબરથી ખાતુ ખોલી રૂ.-૧,૬૪,૬૮,૩૪૦/- રોકડા જમા કરાવેલ તેમજ રૂ.-૧,૯૩, ૭૮,૦૦૦/- રોકડા વિડ્રો કરેલ હોય તો તેની સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે.
