કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ત્રણ દિવસ સુધી બાવળની ઝાડીમાં દુષ્કર્મની ફરિયાદ

વાંકાનેર રેલવે સ્ટેશન પાસેથી સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હતો

વાંકાનેર શહેર ખાતે રહેતી એક સગીરાને મોરબીના શખ્સે લગ્નની લાલચ આપી પરિવારજનોની ગેરહાજરીમાં વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસેથી સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરી ત્રણ દિવસ સુધી અલગ અલગ જગ્યાએ લઇ જઇ બાવળની ઝાડીઓમાં

સગીરા સાથે દુષ્કર્મ આચરી સગીરાને છોડી મુકવાનો મામલો બહાર આવ્યો છે, જેથી આ બનાવમાં આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….મળેલ જાણકારી મુજબ વાંકાનેર વિસ્તારમાં રહેતી એક સગીર વયની દિકરીને પોતાના ઘરે એકલી હોય અને માતા-પિતા તથા ભાઈઓ સવારે રોજી રળવા કામે ગયા હોય જેની પાછળથી આરોપી કાનજી ઊર્ફે કાના રાજુભાઈ ચાવડા (રહે. રામકૃષ્ણનગર સોસાયટી, મોરબી) વાંકાનેર આવી સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી વાંકાનેર રેલવે સ્ટેશન પાસેથી સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હોય, જે બાદ આરોપી સગીરાને પ્રથમ મોરબી બાદ રાજકોટ અને ત્યાંથી બાબરા લઇ ગયેલ, જ્યાં બાબરા નજીક આવેલ ખોડીયારમાંના મંદિર ખાતે ત્રણ દિવસ સુધી સગીરાને રાખી બાજુમાં આવેલ વાડીમાં બાવળની જાળીમાં સગીરાને લઇ જઇ મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ત્રણ દિવસ પછી રાત્રીના સગીરા પોતાના ઘરે વાંકાનેર પરત ફરી પરિવારજનોને આપવીતી જણાવી અસ્વસ્થ જણાતા હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જતા આખી ઘટના બહાર આવી છે. જેથી આ મામલે સગીરાની માતાએ આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી બનાવમાં વધુ તપાસ શરૂ ધરી છે…

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!