વાંકાનેર: રાતીદેવરીના ત્રણ જણા સામે લાઈટબિલના બાકી પૈસા નહીં ભરતા કપાયેલ વીજ કનેક્શન અંગે બોલાચાલી કરી, ધમકી આપી ઝપાઝપી કરી ફરજમાં રુકાવટ કર્યાની પીજીવીસીએલ કર્મચારીએ ફરિયાદ કરેલ છે…. વાંકાનેર પોલીસ સ્ટેશનેથી મળેલ માહિત મુજબ પી.જી.વી.સી.એલ.માં નોકરી કરતા મુળ બોટાદના હાલ ભાટીયા સોસાયટી ભુતનાથ મંદીર પાસે હરપાલસિંહ જાડેજાના મકાનમાં રહેતા હરપાલસિંહ ગોહીલ (ઉ.વ.૩૮) વાળાએ ફરીયાદ કરેલ છે કે તા.૧૨/૦૩/૨૦૨૫ ના હું તથા મારી સાથેના આશીટન્ટ લાઇનમેન સહદેવગીરી નૌતમગીરી ગોસ્વામી અમો બન્ને
રાતીદેવરી ડીસ કનેકશન (બાકી બીલના નાણા ઉધરાવવા) માટે જતા હતા, વાંકીયા રોડ પર સરકારી સ્કુલ પાસે પોહચેલ ત્યારે રાતીદેવરી ગામના મહમદફરીદભાઇ ઉસ્માનભાઈ કડીવાર રસ્તામાં ભેગા થઇ ગયેલ અને ઉચા અવાજે કહેવા લાગેલ કે ‘કાલે તમે અમારી વાડીનુ ખેતીવાડી કનેકશન કેમ કાપી નાખેલ છે?’ અમોએ કહેલ કે ‘તમારા ગ્રાહક નંબર 34759052135 વાળા કનેકશનના બીલના 4283.32/- રૂપીયા બાકી હતા, જે તમે ભરેલ હતા નહી’ જેથી તે જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ. દેકારો થતા તેના સબંધી
કડીવાર ગુલાબમોયુદીન આહમદભાઈ તથા કડીવાર યુસુફભાઇ આહમદભાઈ પણ ત્યા આવેલ અને આ ત્રણેય જણા ઉંચા અવાજે અમારી સાથે આ કનેકશન કાપવા બાબતે બોલાચાલી કરી ઝગડો કરવા લાગેલ અને કહેવા લાગેલ કે ‘કનેકશન પહેલા પાછુ આપી જાવ પછી જ અમે બાકીના રૂપીયા ભરશુ’ અમોએ કહેલ કે ‘પહેલા આ બાકી બીલના રૂપીયા ભરશો એટલે તમારૂ કનેકશન પાછુ આપી જઈશુ’ આથી આ લોકો વધારે ઉશ્કેરાઇ ગયેલ અને હાથાપાય કરવા લાગેલ અને કહેલ કે ‘ફરીવાર આવશો તો તમને જોય લેશુ’ આથી
અમે ઉપરી અધિકારી શ્રી એચ.એચ પટેલ (ડેપ્યુટી એન્જીનીયર વાંકાનેર રૂરલ -૧) ને ફોનથી આ બનાવની જાણ કરતા તેઓ થોડીવારમાં ગાડી લઇને રાતીદેવરી ગામે આવી ગયેલ આ ત્રણેય જણાને કનેકશન કાપવા બાબતે સમજાવેલ છતા તેઓ માનેલ નહી અને અમારા સાહેબ સાથે ઉંચા અવાજે તુંકારે વાત કરવા લાગેલ. મે પોલીસને ફોન કરી બોલાવેલ, બાદમાં બધા પોલિસ સ્ટેશને આવેલ હતા. પોલીસખાતાએ ઉપરોક્ત ત્રણે જણા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…