સ્વપ્નલોક સોસાયટીમાં રહેતો શખ્સ આરોપી
વાંકાનેર: મિલ પ્લોટમાં એક યુવાનને છેલ્લા બે માસથી એનકેન પ્રકારે ઝગડો અને બોલાચાલી થતી હોય સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા શખ્સે દાઝ રાખી પડખામાં છરી માર્યાની ફરિયાદ કરી છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર રેલ્વે સ્ટેશન રોડ અમરસિંહજી મીલની સામે રહેતા જયેન્દ્રસિંહ મઘુભા ઝાલા (ઉ.વ.૩૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૧૭/૦૭/૨૦૨૫ ના રોજ બપોરના હું મારા મિત્રો પ્રુથ્વીરાજસિંહ મહાવીરસિંહ જેઠવા, ઋતુરાજસિંહ ઝાલા તથા 
કુણાલભાઈ પરમાર અમો સ્ટેશન રોડ ઉપર ગેલાભાઇ ચાવાળાને ત્યાં બેઠા હતા, આ વખતે વાંકાનેર સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા ઉતમસિંહ ભગીરથસિંહ ગોહીલ મારી પાસે આવી મને કહેલ કે ‘તું મારી સાથે કેમ લપ કરે છે ?’ જે બાબતે આ ઉતમસિંહ સાથે મારે છેલ્લા બે માસથી 
નાની નાની બાબતમાં ઝગડો થતો હોય જે બાબતનો ખાર રાખી તેના નેફામાંથી છરી કાઢી મને ડાબા પડખાના ભાગે ઘા કરેલ અને લોહી નિકળેલ હોય જેથી મારા મિત્રો મને ખાનગી વાહનમાં સારવારમા લાવેલ છે તો આ ઉતમસિંહ ગોહીલ વિરુધ્ધ ધોરણસર થવા મારી ફરીયાદ છે…
પોલીસખાતાએ ગુન્હો બી.એન.એસ કલમ ૧૧૮ (૧) ૩૫૨ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ અને મે. જીલ્લા મેજી.સાહેબશ્રી મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ સબબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
