રૂ.૪૦, ૦૦૦/-ના છત્તર છ દિવસ પહેલા ચોરાયેલ
વાંકાનેર: તાલુકાના કાછીયાગાળા ગામમાં તા.૩૦/૧૧/૨૫ ના બુટ ભવાની માતાજીના મઢના છત્તર નંગ-૨ થયેલ ચોરીની ફરીયાદ મંદિરના ભુવાએ નોંધાવેલ છે.

જાણવા મળ્યા મુજબ કાછીયાગાળાના હેમંતભાઈ ધુડાભાઇ રંગપરા (ઉવ.૩૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે, હું અમારા ગામમાં આવેલ બુટ ભવાની માતાજીનો મઢનો ભુવો છું, ગઈ તા.૩૦/૧૧/૨૫ ના સાંજના હું તથા મારા ભાઇ સંજયભાઇ માતાજીના મઢે દીવા અગરબતી કરવા

ગયેલ ત્યારે મંદીરમાં માતાજીના ફોટા ઉપર ચડાવેલ ત્રણ છત્તર ન હતા, જેથી સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા મંદીરમાં તા.૨૯/૧૧/૨૫ ના બપોરના બે અજાણ્યા માણસો મોટર સાઇકલ લઇને આવે છે અને મંદીરમાં પેંડા ધરીને માતાજીની છબી (ફોટા) ઉપર રહેલ બે ચાંદીના
છત્તર કાપીને લઇ જાય છે તેવુ દેખાયેલ, કેમેરાનો વીડીયો સમાજના ગૃપમાં નાખતા મોલડી ગામ (તા: ચોટીલા) ના કોઇનો ફોન આવેલ કે તે વિડીયોમાં ચોરી કરે છે તે અમારા ગામનો વિપુલભાઇ ઉર્ફે પ્રવિણભાઇ મીઠાભાઇ જાદવ છે, જેથી અમારા કાછીયાળા ગામના બુટ ભવાની માતાજીના મઢના છત્તર નંગ-૨ જેનુ આશરે વજન ૫૦૦ ગ્રામ કિ.રૂ.૪૦, ૦૦૦/- ની ચોરીની ધોરણસર થવા મારી ફરીયાદ છે.

