કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

છ મહિના પહેલાની ચોરીની ફરિયાદ હવે નોંધાઈ ! !

કોઠી ગામની સિમમાંથી ટ્રેક્ટરની ટ્રોલી અને રોટાવેટરનો ચોર હાથવેંતમાં ?
સરતાનપર નજીક યુવાનનો મધ્યરાત્રે ગળેફાંસો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠી ગામની સિમમાંથી બે અલગ અલગ કિસ્સામાં ટ્રેક્ટરની ટ્રોલી અને રોટાવેટરની ચોરી થયાના છ મહીના જુના બનાવમાં પોલીસે ફરિયાદ નોંધાતા તસ્કર પકડાઈ ગયો હોવાના સંકેત મળી રહ્યા છે…

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદી દેવજીભાઈ લખમણભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત ફેબ્રુઆરી માસમાં તસ્કરોએ કોઠી ગામની સિમમાંથી તેમની માલિકીની 80 હજારની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલી તેમજ સાહેદ ઉસ્માનગનીભાઈની માલિકીનું ટ્રેકટર પાછળ જોડી ખેતીમાં ઉપયોગમાં લેવાતું 40 હજારની કિંમતનું રોટાવેટર અજાણ્યા ઈસમો ચોરી જતા કુલ 1.20 લાખની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, વાહનચોરી જેવા બનાવોમાં પોલીસ તાત્કાલિક ગુન્હો નહિ નોંધી આરોપી પકડાયા બાદ જ ગુન્હો નોંધતી હોય છે ત્યારે આ કિસ્સામાં પણ તસ્કરો પકડાઈ ગયાના સંકેત વચ્ચે છ મહિના બાદ ફરિયાદ નોંધાઇ હોવાના અણસાર મળી રહ્યા છે…

સરતાનપર નજીક યુવાનનો મધ્યરાત્રે ગળેફાંસો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ મોટા સિરામિક ફેકટરીમા કામ કરતા સંજયકુમાર અમીનસિંહ યાદવ ઉ.18 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે મધ્યરાત્રીએ પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!