વાંકાનેર: મૂળ વાંકાનેરના કુંભારપરાના રહેવાસી અને હાલ મોરબી નજીકના સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનને પરણીતા સાથે પ્રેમ સંબંધ હતો અને

તે પરણીતાએ તથા તેની દીકરી અને તેના જમાઈએ યુવાનને ફોન ઉપર ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી

કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પરણીત પ્રેમિકા સહિત ત્રણની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેરના કુંભારપરાના રહેવાસી અને હાલમાં મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા બીપીનભાઈ નટુભાઈ સારેસા (૩૬) નામના યુવાને

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનીષાબેન મનુભાઈ ચાવડા રહે. પીપળા તાલુકો ધાંગધ્રા તથા અનિતાબેન વાલજીભાઈ પરમાર અને વાલજીભાઈ પરમાર રહે. બંને સાપકડા તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેને

મનીષાબેન ચાવડા દ્વારા પોતાના ફોન ઉપરથી ફોન કરીને ગત તા. ૨૪/૨/૨૪ ના રોજ ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે તેમજ મનિષાબેનની દીકરી અનિતાબેન અને મનીષાબેનના જમાઈ વાલજીભાઈ અવારનવાર ફોન કરીને ધમકીઓ આપતા હતા જેથી કરીને

હાલમાં ભોગ બનેલા બીપીનભાઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૫૦૭, ૫૦૬ (૨) ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં ફરિયાદી બીપીનભાઈએ જણાવ્યુ હતું કે, મનીષાબેન ચાવડા સાથે તેને પ્રેમ સંબંધ હતો અને તેની દીકરી અનિતાબેન અને વાલજીભાઈ અવારનવાર તેને ફોન કરીને ધમકીઓ દેતા હતા અને

તેની સામે અગાઉ એક પોલીસ ફરિયાદ પણ કરી હતી અને મનીષાબેન દ્વારા તેને મોબાઈલ ફોન ઉપર ફોન કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જે અંગેની પોલીસે હાલમાં ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
દારૂ સાથે:
વાંકાનેર મહાવીરનગર વડિયા વિસ્તાર રાજકોટ રોડ પર રહેતા સુનિલ ઉર્ફે કટ્ટી કાળુભાઇ બાબરીયા અને માટેલ રોડ અમરધામ પાસે રહેતા ભાનુબેન મુનાભાઇ દેત્રોજા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
આરોગ્યનગર શેરી નં 4 માં રહેતા કિશન અશોકભાઈ ખીરઇયા પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
મહિકાના જયેશ મેહુલભાઈ મુંધવા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
