ગેરકાયદેસર કનેક્શન જોડી બાજુમા આવેલ કપચીના ભરડીયામા પાણી જતું હતું
વાંકાનેરના દલડી દીઘલીયા ગામ વચ્ચે પાણીની લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન જોડી પાણીની ચોરી ઝડપાઇ છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
અમદાવાદના બોપલમાં રહેતા જયપાલભાઇ રમેશચંદ્ર બારડે દલડી ગામના રહેવાસી આરોપી નરેન્દ્ર પોપટભાઇ સોલંકી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ધરતી એન્જીયરીંગ કંપનીમા કર્મચારી તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની દ્વારા તા.૦૧/૦૮/૨૦૨૦થી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લી. સુરેન્દ્રનગર હસ્તકની સૌરાષ્ટ્ર કચ્છ વોટર ગ્રીડ પાઇપ લાઇન હેઠળ એન. સી. ૩૨, એન.સી.૩૩, એન.સી.૩૪, યોજનાની મરામત અને નીભાવવાની કામગીરી કરવામાં આવે છે. જેમા જયપાલભાઇ પાસે રોજકામ અને ફોટોગ્રાફ આધારીત ફરીયાદ કરવાની ઓથોરીટી આપવામા આવી છે.
આ યોજનાના હસ્તક ઢાંકીથી હડાળા સુધીની પાઇપ લાઇનની પથરેખા આવેલ છે. જેના દ્રારા સુરેન્દ્રનગર,રાજકોટ, જામનગર,પોરબંદર અને દેવભૂમિદ્રારકા ના આશરે ૧૨૦૦ ગામડાઓની પાઇપ લાઇન દ્રારા પીવાનુ પાણી પુરુ પાડવામા આવે છે. સરકાર દ્રારા જાહેરહીત અને જાહેર જનતાને પીવાના પાણીની સુવીધા આપવાની કામગીરીની આવશ્યક સેવા જાહેર કરેલ છે. ગત તા.૧૩/૦૩/૨૦૨૩ ના રોજ જયપાલભાઇ કંપનીના સ્ટાફ સાથે પાઇપલાઇનમાંથી પાણી ચોરી થતી અટકાવવા માટે પેટ્રોલીગમા હતા, તે દરમ્યાન વાંકાનેર તાલુકાના દીઘલીયા દલડી ગામ વચ્ચે રોડની સાઇડમા આવેલ એન.સી.૩૪ ના ૫૬ નંબરના એરવાલને નુકશાન કરી એરવાલ પર ગેરકાયદેસર રીતે નળી લગાવી પાણીનો ગેરઉપયોગ કરતા જોવામા આવ્યો હતો.
જેથી સ્ટાફના લાઇનમેન દ્રારા ગેરકાયદેસર નળી દુર કરવાની કામગીરી કરતા હતા. તે સમયે આરોપી નરેન્દ્ર સોલંકી એકટીવા બાઇક લઇ આવેલ અને કહેલ કે’ આ નળી મે લગાવી છે બાજુમા મારો રેતી કપચીનો ભરડીયો છે; જેમા આ પાણી જાય છે તમો આ નળી કાઢશો નહી’ તેમ કહી સ્ટાફના માણસોને ખોટા એંટ્રોસીટી કેસમા ફીટ કરાવી દઇશ, તેમ કહી કામગીરીમા અવરોધ ઉભો કરેલ અને ‘હુ ક્રાઇમ કંટ્રોલનો મેમ્બર છુ તમને છોડીશ નહી અને પોતાનુ આઇકાર્ડ બતાવ્યૂ હતું’. આ બાબતેની જે તે વખતે રોજકામ તેમજ ફોટોગ્રાફી કરેલ અને એકટીવા મોટર સાઇકલના નંબર જી.જે.૩૬ એ.બી.૨૫૨૩ નોંધવામાં આવ્યા હતા.
જે બાદ તારીખ ૨૦/૦૬/૨૦૨૩ ના રોજ કંપની સ્ટાફના માણસો તેમજ કંપનીના જનરલ મેનેજર કોમલબેન અડાલજા પાણી ચોરી બાબતે પેટ્રોલીંગમા હતા, તે દરમ્યાન પણ દીઘલીયા દલડી ગામ વચ્ચે રોડની સાઇડમા એરવાલ ડેમેજ કરી ગેરકાયદેસર પણીનો ગેરઉપયોગ કરતા જોવામા આવ્યો હતો. આમ અગાઉ પણ નરેન્દ્ર સોલંકી બે વાર પાણી ચોરી કરતા ઝડપાયેલ હોય જેથી આ ફરિયાદને આધારે પોલીસે ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સરંક્ષણ) અધિનિયમ ૨૦૧૯ ની કલમ ૧૦.૧.૧ તથા ૧૧.૬ તેમજ ધ પ્રિવેન્સન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટનીકલમ ૩ તથા આઇ.પી.સી. કલમ ૪૩૦ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.