ટંકારા: તાલુકાના ધુનડા (ખાનપર) ગામના એક મહિલાએ પોતાના ગામના જ ત્રણ શખ્સો સામે વ્યાજે લીધેલ પૈસા બાબતે ફરિયાદ કરી છે…જાણવા મળ્યા મુજબ ધુનડા (ખાનપર) ના વર્ષાબેન બીપીનભાઇ વશરામભાઇ કાસુંદ્રા જાતે પટેલ (ઉ.વ. ૪૦) વાળાએ તેમના ગામના જ (1) કાલીકાસિંહ બનેસંગ ગોહિલ (2) સવજીભાઇ લવજીભાઇ માલકીયા અને (3) મહેન્દ્રસિંહ રોહિતસિંહ ગોહિલ ઉપર ફરિયાદ કરી છે કે તેમનાપતિ બીપીનભાઈને સીરામીકના ધંધામા ખોટ જતા દેવુ થઇ જતા પોતાની ખેતીની જમીનનુ સોદાખત કરી અડાણે મુકેલ હોય આ
ખેતીની જમીન છોડાવવા આરોપી નં:-૧ તથા ૨ પાસેથી રૂપીયા ત્રીસ લાખ વ્યાજે લીધેલ હોય, આરોપી નં:-૧ નાઓએ ફરિયાદી બેનના પતિ સાહેદબીપીનભાઇને કામનુ બહાનુ કરી ટંકારા સબ રજિસ્ટ્રાર કચેરીમા લઇ જઇ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ તેઓના દિકરા પ્રથમને જાનથી મારી નાખવાની ધમકી આપી ડાંભારૂ નામથી ઓળખાતી ખેતીની જમીન ૯ વીઘાનુ ખેતર જેના
ખાતા નંબર ૫૫૪ છે, તેનો બળજબરીથી પોતાના ભાઇ રોહિતસિંહ બનેસંગ ગોહિલના નામનો દસ્તાવેજ કરાવી લઇ, આરોપી નં:- ૧, ૨ નાએ વ્યાજ વટાવધારા લાઇસન્સ વગર નાણાની ધીરધાર કરી ફરિયાદીના પતિ પાસેથી ઉંચુ વ્યાજ વસુલી તેમજ મુદ્દલ પૈકી રૂપીયા વીસ લાખ વસુલ કરી બાકી રહેતા વ્યાજ સહિતના બા૨ લાખ ચુકવ્યેથી ફરિયાદીને તેઓના ઉપરોકત ખેતરનો દસ્તાવેજ કરી આપવાનુ કહી
ફરિયાદી પોતાનુ બીજુ ખેતર વેચી વ્યાજ સહિત બાકી રહેતા રૂપીયા બાર લાખ લઇ ફરિયાદીના પતિના નામે ઉપરોકત ખેતરનો દસ્તાવેજ કરી આપવા ફરિયાદી તથા ફરિયાદીના પતિ સાહેદ બીપીનભાઇ આરોપીઓને કહેતા આરોપી નં:- ૧, ૨ તથા ૩ નાએ ફરિયાદી તથા સાહેદને જમીન ભુલી જજો એવુ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામા એકબીજાને મદદગારી કરી -IPC ૩૮૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ ગુજરાત નાણા ધીરધાર કલમ ૪૦,૪૨ કલમ મુજબ ગુન્હો નોંધાયો છે…