કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટંકારાના હમીરપરમાં વ્યાજે લીધેલા નાણા બાબતે ફરિયાદ

મહિલાના પતિએ આપઘાત કરી લીધાનો આક્ષેપ

ટંકારા: તાલુકાના હમીરપરના ભાવનાબેન ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણી રહે. હમીરપર તા.ટંકારા વાળાએ પોતાના પતિએ લીધેલા વ્યાજે રૂપિયા બાબતે વધુ વ્યાજનું દબાણ કરતા (1) ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખા રહે. દહીસરા ખીરસરા તા.માળીયા મીંયાણા અને (2) રાહુલભાઈ બચુભાઈ સવસેટા રહે. રાજકોટ લાભદિપ સોસા સેરી, રાજકોટ શહેર વાળા સામે ફરિયાદ કરી છે કે એમના પતિ

અગાઉ બોલેરો ગાડી નં.GJ 03 BT 6193 મા રાજકોટથી હમીરપર સુધી દુધના ફેરાઓ કરતા હતા. હાલે હમીરપરથી મોરબી શાકભાજીના ફેરા કરતા હતા અને તેઓને છેલ્લા પાંચેક વર્ષથી આર્થીક નુકશાની આવેલ હતી. અગાઉ મકાન બનાવેલ તેમા વધુ ખર્ચ થઈ જતા આર્થીક નુકશાની આવતા દેવુ થઈ જતા એમના પતિ પર આરોપી નં.(૧) એ બળજબરી કરી જમીનનુ રુ.૨૩,૨૩,૦૦૦/- નુ સાટા ખત કરાવી જે સાટા ખત પેટે રુ.૧૦ લાખ ચેકથી આપી જેનુ વ્યાજ રુ.૦૫ લાખ આપેલ હોવા છતા જમીનનો દસ્તાવેજ કરી આપવા બળજબરી કરી

મોતનો ભય બતાવતા તેમજ મારી નાખવાની ધમકીઓ આપતા તથા આરોપી નં.(૨) નાઓએ ફરીયાદીના મ.જ. પતિને પ્રોમીસરી નોટ લખાવી રુ.૨૦ લાખ આપી તેનુ વ્યાજ ૧૦ % લેખે લેતા મ.જ.એ તેને રુ.૨૪ લાખ વ્યાજ સહીત ચુકતે કરી આપવા છતા મ.જ. પાસેથી ઉંચુ વ્યાજ મેળવવા માટે બળજબરી કરી મોતનો ભય બતાવી તેમજ મારી નાખવાની ધમકીઓ આપતા તેમજ આમ ઉપરોક્ત બન્ને આરોપી ઓએ મ.જ.ને મોતનો ભય બતાવી મ.જ. સાથે ઉંચા પઠાણી વ્યાજની ઉઘરાણી કરી મરવા મજબુર કરતા જે મ.જ.ને લાગી આવતા પોતાની જાતે ગળા ફાસો ખાઈ આપઘાત કરેલ છે. પોલીસ ખાતાએ બી.એન.એસ. કલમ ૧૦૮,૩૦૮, ૩૫૧(૩) ગુજરાત નાણા ધીરધાર કલમ ૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!