સગીરાનું અપહરણ કરીને અડપલા કરનાર પરણિત શખ્સની ધરપકડ
વાંકાનેર શહેરમાં સગીરા સાથે પરણિત યુવક ગોલો ખવડાવવાના બહાને સગીરાના પરિવારજનોને જાણ કર્યા વગર અપહરણ કર્યું હતું અને માર્કેટ યાર્ડ બાજુ અવવારું જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં હાથ પકડવા સહિતની ચેષ્ટા કરી હતી; પરંતુ સગીરાને ઉઠાવી ગયાની યુવતીનાં પિતાના સબંધીઓને જાણ થતાં તેઓ તેની પાછળ ગયા હતા, જેથી સગીરા બચી ગઈ છે.
જો કે, આ બનાવ સંદર્ભે વાંકાનેર શહેર પોલીસ સ્ટેશને પોકસોની કલમ હેઠળ હાલમાં ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
વાંકાનેરમાં રહેતા પરિવારની સગીર દીકરીને પરણિત શખ્સ ઘરે કોઈને જાણ કર્યા વગર અપહરણ કરીને ચોટીલા હાઈવે પર આવેલ માર્કેટિંગ યાર્ડ પાસે અવવારુ સ્થળે લઈ ગયો હતો અને ત્યાં સગીરાની સાથે અડપલા કર્યા હતા. હાલમાં સગીરાના પિતા પાસેથી મળતી માહિતી મુજબ; તે ઘરે આવ્યા ત્યારે તેની દીકરી હાજર ન હતી.
જેની તપાસ કરતાં હતા, ત્યારે લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે, તમારી દીકરીને એક યુવક લઈ ગયો છે. જેથી તે યુવકના મોબાઈલ ફોન પર વાત કરતા તે વાતને સમજી ગયો કે ભાંડો ફૂટી ગયો છે, એટલે તે સગીરાને ઘર નજીક છોડીને ભાગી ગયો હતો.
ત્યાર બાદ હાલમાં ભોગ બનેલ સગીરાની માતાએ જીનપરા વિસ્તારમાં રહેતા સિરાજ મુન્ના બુખારી નામનાં પરણિત ઢગા સામે પોતાની સગીર દીકરીને ગોલો ખવડાવવાના બહાને અપહરણ કરીને લઈ જઈને અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં આઈ.પી.સી. કલમ- ૩૬૩, ૩૫૪(૧)(૧) તથા પોકસો એકટ કલમ ૧૨ મુજબ ગુનો નોંધીને આરોપી સિરાજભાઇ મુન્નાભાઇ બુખારી રહે. જીનપરા વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે.