નાની વાતમાં સામસામી ફરિયાદમાં કુલ આઠ આરોપી
વાંકાનેર: ભાટીયા સોસાયટીમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે થયેલ બબાલમાં ચાર આરોપીઓ સામે વળતી ફરિયાદ થઇ છે….
વાંકાનેર પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ કન્સટ્રક્શનનો ધંધો કરતા ભાટીયા સોસાયટી જલારામ જીન પાછળ ત્રણ માળીયામાં રહેતા મોહશીનભાઇ હબીબભાઇ જાફરાણી (ઉવ.૩૪)એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઈ તા.૧૩/૦૩/૨૦૨૫ ના બપોરના હુ અમારા ઘરે
જમવા માટે ગયેલ ત્યારે મારા મમ્મીએ મને જણાવેલ કે ‘હુ ઘરની સામે પ્લોટમા કચરો નાખવા ગયેલ ત્યારે શેરીમા પાણી ઢોળાયેલ હોય જેથી આપણી બાજુમા આવેલ મકાને તબશુનબાનુ પોતાના મકાન પાણીથી સાફ કરતા હોય જેથી મે તેને કહેલ કે ‘શેરીમા કિચડ થાય છે, જેથી પાણી ઓછુ ઢોળો’ તેમ કહેતા આ તબશુનબાનુ તથા તેમનો નાનો દિકરો આશીફરજા જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ
જેથી હુ, મારી મમ્મી સાથે ત્યા ગયેલ અને ત્યા આ તબશુનબાનુ, તેમના પતિ શાકિરહુશેન અબ્દુલભાઇ શેખ, તેમનો નાનો દિકરો આસિફરજા તથા તેમનો મોટો દિકરો તહેશીલરજા હાજર હોય અને મે તેને કહેલ કે ‘કેમ મારા મમ્મીને ગાળો આપો છો?’ તેઓ મને પણ જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ અને આ આશિફરજા તથા શાકિરહુસેને આવીને મને પકડી રાખેલ અને તહેશીલરજા પોતાની ગાડીમાથી એક પ્લાસ્ટીકનો ધોકો લઈને આવેલ તથા તબશુનબાનુ તેના ઘરમાથી એક સ્ટીલનો પાઇપ લઈ આવેલ અને બન્ને મને મારવા લાગેલ જેમા
આ તબશુનબાનુએ મને પોતાના નખથી આંગળીમા ઇજા પહોચાડેલ. આ બધા લોકો મને કહેવા લાગેલ કે ‘અત્યારે તો તુ બચી ગયો, હવે પછી રોઝા છુટે ૫છી ભેગો થયો તો તમને જાનથી મારી નાખશુ’ તેમ ધમકી આપી અને ‘હુ તાંત્રીકવિધી જાણુ છુ અને હું તારી ઉપર તાંત્રીકવિધિ કરી તારો ધંધો ભાંગી નાખીશ’ તેમ ધમકી આપી આ લોકો જતા રહેલ. મારામારીમા મને ડાબા હાથની આંગળીમા ઇજા થયેલ હોય અને શરીરે મુંઢ ઇજા થયેલ હોય અને મને સામાન્ય ઇજા હોવાથી મે સારવાર કરાવેલ નથી. ફરીયાદ મોડી કરવાનુ કારણ એ છે કે અમારે સમાધાનની વાત ચાલુ હોય પરંતુ સમાધાન ન થતા આજરોજ ઉપરોક્ત ચારેય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવેલ છે…